રિષભ પંતે એક હાથે ગગનચુંબી છગ્ગો લગાવતા આ પાકિસ્તાની બોલર થયો લાલ પીળો… – જુઓ વીડિયો

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. પાકિસ્તાને આ મેચમાં ભારતને જબરદસ્ત ટક્કર આપી હતી.

વન-ડે અને ટી-20 વર્લ્ડકપના 29 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. ભારત અને પાકિસ્તાનની આ મેચ પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારત આ મેચ આસાનીથી જીતી લેશે પરંતુ પાકિસ્તાને એક તરફી મેચ જીતી પોતાની તૈયારીઓ દર્શાવી હતી.

મેચ ની વાત કરીએ તો ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર માત્ર 151 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાની ટીમે વિના વિકેટે આ મેચને માત્ર 17.5 ઓવરમાં જીતી લીધી હતી.

ભારતની વાત કરીએ તો પ્રથમ 13 બોલમાં જ બંને ઓપનર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. રોહિત અને કેએલ રાહુલ સસ્તામાં આઉટ થયા બાદ સૂર્ય કુમાર યાદવ પણ માત્ર 11 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. જે બાદ વિરાટ કોહલી અને રિષભ પંત વચ્ચે જબરદસ્ત ભાગીદારી થઇ હતી. જેના દમ પર ભારતે પ્રથમ બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા.

આ મેચમાં રિષભ પંતે 30 બોલમાં બે ચોગ્ગા અને બે ગગનચુંબી છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. પંતે પાકિસ્તાની બોલર હસન અલીને 11 ઓવરમાં ટાર્ગેટ કર્યો હતો. આ ઓવરના બીજા બોલ પર પંતે એક હાથે ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો.

ત્યાર બાદ ત્રીજા બોલ પર ફરી એકવાર પંતે એક હાથે લોંગ ઓફ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. પંતે ચોથા બોલ પર બે રન અને પાંચમાં બોલ પર એક રન લીધો હતો. અલીની આ ઓવરમાં પંતે 15 રન ફટકાર્યા હતા. જે બાદ પાકિસ્તાની બોલર લાલ પીળો થઇ ગયો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *