ભારતીય ટીમને આ જોડી વર્લ્ડ કપમાં અપાવશે જીત, સચિન તેંડુલકરે આપ્યા સંકેતો…

ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંથી એક કહેવામાં આવે છે. આઇસીસી ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ વર્લ્ડ કપ જીત્યા છે. 28 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ 2011માં વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. આ ઉપરાંત એક ટી-20 વર્લ્ડ કપ પણ જીત્યો છે. ત્યાર બાદ ભારતીય ટીમ એક પણ વર્લ્ડકપ જીતી શક્યું નથી.

આઇસીસી વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં લઈને ભારતીય મેનેજમેન્ટ ટીમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘરેલુ અને વિદેશી પ્રવાસમાં યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે અને ખરાબ ફોર્મમાં ચાલતા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ આગામી વર્લ્ડકપ જીતવા માટે તમામ પ્રયત્નો કરશે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એક પણ આઇસીસી ઇવેન્ટ જીત્યું નથી. હાલમાં તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડને નવા હેડ કોચ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે તાજેતરમાં જણાવ્યું છે કે વર્તમાન ટીમની આ જોડી ભારતીય ટીમને વર્લ્ડકપ અપાવશે. તો ચાલો જાણીએ આ જોડી કઈ છે.

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની આ જોડી ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું કરી શકે તેમ છે. સચિન તેંડુલકરે આ બંનેની જોડીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

સચિન તેંડુલકરે વધુમાં જણાવ્યું કે વર્લ્ડકપ જીતવા માટે ભારતીય ટીમ પાસે ઘણા સારા ખેલાડીઓ ઉપલબ્ધ છે અને વર્ષ 2023 દરમિયાન રમાનારા વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને જીત મેળવી શકે છે. ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું થઈ શકે તેમ છે.

ભારતીય ટીમમાં અત્યારથી જ સારુ પ્રદર્શન કરતાં ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. તેમાં પણ ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આવનારા વર્લ્ડકપમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરીને વર્લ્ડકપ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *