આ ગુજરાતી ખેલાડીનું છલકાયું દર્દ, કહ્યું મને એક મોકો તો આપો હું સારૂં પ્રદર્શન કરીશ…
હાલમાં ભારતીય ટીમને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ માનવામાં આવે છે. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા દરેક ખેલાડીઓ ખૂબ મહેનત કરતા હોય છે. ટીમમાં સ્થાન મેળવ્યા બાદ તેને જાળવી રાખવું તેટલું જ મુશ્કેલ હોય છે. દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હોય છે.
દરેક યુવા ખેલાડી ભારતીય ટીમમાં પ્રવેશ કરવા ઘરેલું સિરીઝમાં મહેનત કરતા હોય છે. તનતોડ મહેનત કર્યા બાદ પણ ઘણા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળતું નથી. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ ભારતીય ટીમમાં તક આપવામાં આવતી નથી.
સૌરાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર જયદેવ ઉનડકટે ટ્વિટર દ્વારા પોતાની નિરાશા વ્યક્ત કરી છે. ઘણા લાંબા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. તેમ છતાં પણ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. હાલમાં ટીમ ઇન્ડિયામાં શ્રેષ્ઠ બોલરોને કારણે પુન: પ્રવેશ મળવો અસંભવ છે.
જયદેવ ઉનડકટે લાલ બોલમાં તક આપવા વિનંતી કરી છે. ઉનડકટે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે પ્રિય, લાલ બોલ મને વધુ એક તક આપો. હું વચન આપું છું કે આ વખતે હું ખૂબ સારું પ્રદર્શન કરીશ. ઉનડકટને 2010માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં તક આપવામાં આવી હતી.
30 વર્ષીય જયદેવના આ ટ્વીટ પર એક યૂઝરે તમને પૂછ્યું કે તમે કંઇ ગતિએ બોલિંગ કરશો. તો જયદેવે તેના વળતા જવાબમાં કહ્યું કે રાજકોટ જેવી સપાટ પીચ પર વિકેટ મળી શકે તેવી બોલિંગ કરીશ. આ ખેલાડી સૌરાષ્ટ્ર તરફથી ધમાકેદાર પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે. જયદેવે સાઉથ આફ્રિકા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી વિજેતા ટીમ છે અને તેણે બંગાળની હરાવીને 2019માં રણજી ટ્રોફી જીતી હતી. આ પહેલા પણ 2018-19ની સિઝનમાં સૌરાષ્ટ્રએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉનડકટે આ બંને સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જયદેવે 89 મેચોમાં 327 વિકેટ લીધી છે. આ ખેલાડીને તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે.