દિનેશ કાર્તિકે આઉટ થયા બાદ કરી એવી હરકત કે BCCI એ પણ કહ્યું આવું…
બુધવારના રોજ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે સેમિફાઇનલ-2 રમાઇ હતી. જેમાં કોલકતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવી ત્રીજી વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ ટકરાશે. આ મેચ દુબઈમાં 15 ઓગસ્ટના રોજ રમાશે.
તે પહેલા દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ ની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં માત્ર 135 રન બનાવ્યા હતા. જીત માટે કોલકાતા નાઇટ રાઇડર્સને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સે એક મજબૂત શરૂઆત કરી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે કોલકાતા આ મેચને આસાનીથી જીતી લેશે પરંતુ એવું કંઈ થયું નહીં. આ મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. રવિચંદ્રન અશ્વિનની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠીએ ગગનચુંબી છગ્ગો ફટકારી કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલની ટીકીટ અપાવી હતી.
આ મેચ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને લીગની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકને ઠપકો આપનાર ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ આ રોમાંચક મેચમાં આઉટ થયા બાદ ગુસ્સામાં આવીને કાર્તિક સ્ટમ્પને ઉથલાવતો જોવા મળ્યો હતો. કાર્તિકે લેવલ વનનો ગુનો સ્વીકાર્યો છે.
આઇપીએલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કોલકાતા નાઇટ રાઇડર્સના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને 13 ઓક્ટોબરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન આચારસંહિતાના ભંગ બદલ ઠપકો આપવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, દિનેશ કાર્તિકે આઇપીએલ આચારસંહિતાની કલમ 2.2 ના સ્તર 1 ના ઉલ્લંઘનનો ગુનો સ્વીકાર્યો છે. આ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.