IPLના સૌથી મોંઘા ખેલાડીએ અચાનક જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ…

વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમા પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. તો બીજી તરફ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ રમાઇ રહી છે. આ ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક ટેસ્ટ સિરીઝનો અંત આવ્યો છે. સમગ્ર ક્રિકેટ જગતમાં ટેસ્ટ સિરીઝનો માહોલ બન્યો છે.

વિશ્વના દરેક દેશોમાં યુવા ખેલાડીઓને ક્રિકેટમાં વધારે તક આપવામાં આવે છે. તકનો લાભ ઉઠાવીને ઘણા ખેલાડીઓ કાયમી સ્થાન નિશ્ચિત કરતા હોય છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તમામ દેશોની ટીમો અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ઘરેલુ ક્રિકેટમાંથી ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

વિશ્વના દરેક દેશોમાં ઉંમર વધતાની સાથે જ દરેક ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. તેની મધ્યમાં એક અનુભવી ખેલાડીએ સંન્યાસ લઇને બધાને ચોંકાવી દીધા છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી આ ખેલાડીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરીસે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીને 2019થી સાઉથ આફ્રિકાની ટીમમાં રમવાની તક મળી નથી. આ નિર્ણય ઘણો ચોંકાવનારો હતો કારણ કે આ સમયે મોરીસ રમવા માટે ફિટ હતો અને તે વધુ સમય સુધી રમી શકતો હતો. મોરીસને ભારત સામેની ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં જગ્યા મળી નથી.

તમને જણાવી દઇએ કે ક્રિસ મોરીસે આઇપીએલ 2021માં હંગામો મચાવ્યો હતો. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આઇપીએલ 2021માં રાજસ્થાનને 16.25 કરોડમાં ખરીદીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સિવાય મોરિસ સીએસકે અને આરસીબી તરફથી પણ રમી ચૂક્યો છે. રાજસ્થાને પણ તેને અત્યારે પોતાની ટીમમાંથી બહાર કર્યો છે.

ક્રિસ મોરીસે તેની ટૂંકી કારકિર્દીમાં સાઉથ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 42 વનડે અને 23 ટી 20 મેચો રમી છે, જેમાં અનુક્રમે 12, 48 અને 34 વિકેટ ઝડપી હતી. 34 વર્ષીય સાઉથ આફ્રિકાના આ ઓલરાઉન્ડર ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *