ભારતીય અંડર-19 ટીમના આ મેચવિનર ખેલાડીને ટૂંક સમયમાં મળી શકે છે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર જવાની છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીઓની એન્ટ્રી થઇ શકે છે.

ભારતીય અંડર-19 ટીમ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝમાં વર્લ્ડ કપ રમી રહી હતી. જેમાં ભારતીય ટીમે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીત મેળવી છે. આ સાથે જ ભારતે પાંચમો અંડર-19 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. જેમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વમાં પોતાની નામના બનાવી છે.

ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી ઓલરાઉન્ડર ખેલાડીની કમીથી પરેશાન થઇ રહ્યું છે. ઓલરાઉન્ડર ખેલાડીની કમીના કારણે ભારતીય ટીમને ઘણીવાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં અંડર-19 ટીમનો આ મેચવિનર ખેલાડી આ કમીને પૂરી કરી શકે છે અને ટીમમાં સ્થાન બનાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ઓલરાઉન્ડર ખેલાડી રાજ બાવા છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા જયારે મુશ્કેલીમાં ચાલી રહી હતી ત્યારે આ ખેલાડીએ 35 રનની ઇનિંગ રમીને ટીમને જીત તરફ આગળ વધારી હતી અને તેણે આ મેચમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત સમગ્ર વર્લ્ડકપ દરમિયાન આ ખેલાડીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

રાજ બાવાનો પરિવાર રમત ગમત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમના દાદા ખૂબ જ પ્રસિદ્ધ હોકી ખેલાડી હતા. આ ઉપરાંત તેના પિતાજી પણ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા છે. તાજેતરમાં આ ખેલાડીએ પોતાના ખતરનાક પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા છે. તેના દાદાએ ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જ્યારે રાજે અંડર-19 વર્લ્ડકપ અપાવ્યો છે.

યશ ધૂલની કેપ્ટનશીપમાં ભારતની અંડર-19 ટીમે પાંચમી વખત આ ટાઇટલ જીત્યું છે આ પહેલા ભારતના દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ, પૃથ્વી શોની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચાર વર્લ્ડકપ જીત્યા હતા. આઇપીએલ 2022 પહેલા યોજાનાર મેગા ઓક્શનમાં તમામ ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *