205 IPL મેચ રમનાર CSKનો આ મેચવિનર ખેલાડી મેગા ઓકશનમાં રહ્યો UNSOLD…

આઇપીએલ 2022ની શરૂઆત માર્ચ-એપ્રિલ મહિનામાં થઇ શકે છે. આ પહેલા બેંગલોર ખાતે બે દિવસીય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના 600 જેટલા ખેલાડીઓએ હરાજી માટે નામ નોંધાવ્યા હતા. દરેક ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવી હતી.

તમામ ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શન બાદ પોતાની ટીમ તૈયાર કરી છે. દિગ્ગજ અને મેચવિનર ખેલાડીને ખરીદવા માટે ટીમો વચ્ચે જંગ ચાલી હતી. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓને હરાજીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંને નવી ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો સ્પર્ધામાં ભાગ લઇ રહી છે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે. આ ટીમમાં ઘણા ખેલાડીઓ મેચ વિનર સાબિત થતા હતા. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે આઇપીએલમાં 205 મેચ રમી ચૂક્યો છે અને તે સીએસકે ટીમમાં હતો. પરંતુ મેગા ઓક્શનમાં તેને એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ચેન્નઇ સુપર કિંગ્સનો ખતરનાક બેટ્સમેન સુરેશ રૈનાને આ વર્ષે એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. તેણે પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડ રાખી હતી. ડાબા હાથનો આ બેટ્સમેન છેલ્લી સિઝનમાં સીએસકે ટીમનો ભાગ હતો. પરંતુ મેગા ઓક્શનમાં એક પણ ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીને ખરીદવામાં રસ દાખવ્યો નથી.

સુરેશ રૈનાએ 2008માં ચેન્નઇ સુપરકિંગ્સમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી આ ટીમનો ભાગ રહ્યો હતો. ચેન્નઇ સુપરકિંગ્સ પર 2016-17 દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ ખેલાડી ગુજરાત લાયન્સ માટે રમ્યો હતો. રૈના આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં નામ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 205 આઇપીએલ મેચમાં 5528 રન બનાવ્યા છે.

સુરેશ રૈનાએ આઇપીએલ 2008માં 421 રન બનાવીને ડેબ્યૂ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આવા ખતરનાક ખેલાડીને તાજેતરમાં એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. મેગા ઓક્શન બાદ જાણવા મળ્યું છે કે સુરેશ રૈના જેવા ઘણા ખેલાડીઓને એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *