આ દિગ્ગજ ખેલાડીએ અચાનક જ નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવી દીધા…
વિશ્વના દરેક ખેલાડીઓ ઉંમર વધતાની સાથે નિવૃત્તિ જાહેર કરતા હોય છે. વર્ષ 2021 દરમિયાન ઘણા ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. લાંબા સમયથી ટીમમાં સ્થાન ન મળવાને કારણે પણ ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરતા હોય છે. દરેક ખેલાડીઓને પોતાની ટીમમાં માન-સન્માન મળે તે ખૂબ અગત્યનું છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરનાર આ ઓલરાઉન્ડર ખેલાડીએ અચાનક નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આ ઓલરાઉન્ડર ખેલાડીને વિશ્વ ક્રિકેટમાં પ્રોફેસરના નામથી ઓળખવામાં આવે છે. આ ઘાતક ખેલાડી બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ નિષ્ણાંત છે.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ હાફિઝ હવે ગ્રીન જર્સીમાં પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. મોહમ્મદ હાફિઝે ડિસેમ્બર 2018માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તમને જણાવી દઇએ કે મોહમ્મદ હાફિઝને વર્લ્ડકપ 2019 પછી પાકિસ્તાનની વનડે ફોર્મેટની ટીમમાં સ્થાન મળી રહ્યું નથી.
પ્રોફેસરના નામથી પ્રખ્યાત મોહમ્મદ હાફિઝે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ, 218 વનડે, 119 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને 105 ટેસ્ટ મેચમાં 3652 રન અને 218 વનડે મેચમાં 6614 રન બનાવ્યા છે. 41 વર્ષીય મોહમ્મદ હાફિઝે 2003માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. મોહમ્મદ હાફિઝે પાકિસ્તાન માટે છેલ્લી મેચ ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
મોહમ્મદ હાફિઝ પાકિસ્તાનની ટીમમાં ત્રણેય ફોર્મેટમાં કાયમી સ્થાન ધરાવતો હતો. મોહમ્મદ હાફિઝે પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં થઇને કુલ 12780 રન બનાવ્યા છે. તેની અઢાર વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 32 વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો છે. પાકિસ્તાનની ટીમના આ ખેલાડીને એક સફળ ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો.
પાકિસ્તાન સુપર લીગની આગામી ટુર્નામેન્ટ માટે મોહમ્મદ હાફિઝે લાહોર કલંદર્સ સાથે રમવાનો કરાર કર્યો છે. પાકિસ્તાનના મોહમ્મદ હાફિઝે અચાનક નિવૃત્તિ જાહેર કરતા વિશ્વભરના તમામ ખેલાડીઓ અને ચાહકો ચોંકી ઊઠ્યા હતા. હાફિઝની કારકિર્દી લગભગ બે દાયકા સુધી ફેલાયેલી હતી. આ ખેલાડી વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે.