આ દિગ્ગજ ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અચાનક જ લીધી નિવૃત્તિ…

ભારત હાલમાં જ ન્યૂઝીલેન્ડને ઘરેલુ સિરીઝમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઇ છે. જ્યાં ભારતે પહેલી ટેસ્ટ મેચમાં જબરદસ્ત પકડ બનાવી છે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી. તેથી ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ આ સિરીઝ જીતવા માગશે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. તેમાં પણ ખાસ કરીને અનુભવી ખેલાડી રોઝ ટેલરનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તમને જણાવી દઇએ કે રોઝ ટેલરની ઉંમર 37 વર્ષની થઇ ગઇ છે અને તેની ઉંમરની અસર તેના પ્રદર્શન પર જોવા મળી રહી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં રોઝ ટેલરનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ભારત સામેની ટેસ્ટ સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડના અનુભવી ખેલાડી રોઝ ટેલરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે તે પોતાના ઘરમાં યોજાનારી આગામી બે સિરીઝ રમવા માંગે છે. આ બંને સિરીઝ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વિરૂદ્ધની છે.

ન્યૂઝીલેન્ડ આ અગાઉ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે પાંચ વન-ડે મેચની સિરીઝ રમાશે. તેવામાં રોઝ ટેલરની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામેની હોઇ શકે છે. રોઝ ટેલરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હું હોમ સમર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.

બાંગ્લાદેશ સામેની સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે છ વન-ડે અંતિમ મેચ રમશે. રોઝ ટેલરે કહ્યું કે, 17 વર્ષ સુધી મને સપોર્ટ કરવા બદલ સૌનો આભાર માનું છું. દેશ માટે કરવું ગર્વની વાત છે. તમને જણાવી દઇએ કે રોઝ ટેલરની ઉંમર 37 વર્ષની થઇ ગઇ છે અને આ ઉંમરની આસપાસ લગભગ દરેક ક્રિકેટરો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેતા હોય છે.

ન્યૂઝીલેન્ડના આ દિગ્ગજ ખેલાડી પોતાના ઇન્ટરનેશનલ કરિઅરમાં કુલ 445 મેચો રમી છે. જેમાં તેણે કુલ 40 સદી ફટકારી છે. ટેલરે 110 ટેસ્ટ મેચમાં 7584 રન બનાવ્યા છે. જ્યારે 233 વન-ડે મેચમાં 8581 રન બનાવ્યા છે. તે સિવાય ટી 20 ઇન્ટરનેશનલ ની વાત કરવામાં આવે તો તેણે 102 મેચોમાં 1909 બનાવ્યા છે. ટેલરે ટેસ્ટમાં 19 અને વન-ડેમાં 21 સદી ફટકારી છે. તે હજુ પણ બે ટેસ્ટ મેચ અને પાંચ વન-ડે મેચ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *