આ દિગ્ગજ ખેલાડીનું ક્રિકેટ કરિયર આફ્રિકામાં જ થઇ જશે સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ખાતે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના બેટ્સમેનો અને બોલરો આફ્રિકાની ટીમ પર ભારે પડ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ હાલમાં મજબૂત પકડ બનાવી લીધી છે.
ભારતીય ટીમના બેટ્સમેનોની વાત કરીએ તો કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે શરૂઆતમાં જ સારી ભાગીદારી કરીને દબદબો રાખ્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ સામે ભારતના ફાસ્ટ બોલર સિરાજ, શમી અને બુમરાહે તેના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આફ્રિકાને મેચ જીતવા માટે ભારતીય ટીમે 305 રનનો ટાર્ગેટ આપ્યો છે.
આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ઘણા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં અનુભવી ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તક મળવા છતાં પણ આ દિગ્ગજ ખેલાડી તેના પ્રદર્શનમાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે. આફ્રિકા પ્રવાસ તેના માટે અંતિમ પ્રવાસ સાબિત થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી અજિંક્ય રહાણે છે. અજિંક્ય રહાણેના ખરાબ ફોર્મના કારણે પસંદગીકારોએ તેને વાઇસ કેપ્ટનનો દરજ્જો પહેલેથી છીનવી લીધો હતો અને હવે ટૂંક સમયમાં તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં તેને છેલ્લી તક આપવામાં આવી હતી. પરંતુ તેમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહેતા હવે ટીમમાંથી બહાર થઇ શકે છે.
અજિંક્ય રહાણે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 48 રન અને બીજી ઇનિંગ્સમાં 20 રન બનાવી શક્યો હતો. રહાણેના ખરાબ પ્રદર્શન બાદ તેને 3 જાન્યુઆરીથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં રજા આપવામાં આવી શકે છે. ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે અને કેપ્ટન વિરાટ કોહલીએ તેને છેલ્લી તક આપી હતી. પરંતુ આ તકનો ફાયદો ઉઠાવવામાં રહાણે નિષ્ફળ સાબિત થયો.
અત્યારે રહાણે જે પ્રકારે ફોર્મમાં છે તે જોતાં એવું લાગતું નથી કે તેને બીજી ટેસ્ટ મેચમાં તક મળશે. હવે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. રહાણેએ તેની છેલ્લી સદી ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. ત્યારબાદ તેના બેટેથી એક પણ મોટી ઇનિંગ નીકળી નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને અન્ય કોઇ યુવા ખેલાડીને તક આપવામાં આવી શકે છે.