CSKને ચેમ્પિયન બનાવનાર આ ઘાતક ખેલાડી અચાનક જ હરાજીમાંથી થયો બહાર, કારણ છે ચોંકાવનારું…

આઇપીએલ 2022 પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન બેંગલોર ખાતે થવાનું છે. અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો આ લીગમાં જોડાશે. તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

તાજેતરમાં જ બીસીસીઆઇ દ્વારા આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી છીનવીને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે. નવી આવેલી અમદાવાદ અને લખનઉ ટીમે તાજેતરમાં પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે. તમામ ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરશે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે. આ ટીમ આઈપીએલની સૌથી મજબૂત ટીમ ગણાય છે. મહેન્દ્રસિંહ ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સને ચાર ખિતાબ અપાવ્યા છે. તમને જણાવી દઇએ કે આ ઘાતક ખેલાડીએ ચેન્નઇ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. પરંતુ તાજેતરમાં તેણે પોતાનું નામ મેગા ઓક્શનમાંથી હટાવ્યું છે.

ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સૈમ કુર્રન આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. ચેન્નઇ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવવામાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ખેલાડી ચેન્નઇ સુપરકિંગ્સમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતો જોવા મળે છે. તેણે પોતાના દમ પર ઘણી મેચો જીતાડી છે. તાજેતરમાં જ તેણે આઇપીએલ 2022 રમવાનો ઇનકાર કર્યો છે. તો ચાલો જાણીએ શું કારણ હોઇ શકે છે.

સૈમ કુર્રને શનિવારે કહ્યું હતું કે તેને પેટની નીચેના ભાગમાં ઇજા થવાના કારણે તે આઇપીએલ 2022ની હરાજી પણ દેખાશે નહીં. આઇપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે એક પણ મેચ રમી શક્યો નથી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા પણ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે.

સૈમ કુર્રને આઇપીએલમાં ટોટલ 32 મેચો રમી છે. જેમાં 22.47 ની સરેરાશથી 337 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 32 વિકેટ લીધી છે. વર્ષ 2020 અને 2021માં તે ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમ્યો હતો. આ પહેલા વર્ષ 2019માં તેણે આઇપીએલની પ્રથમ સિઝન પંજાબ કિંગ્સ તરફથી રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *