કોલકાતાની હાર સાથે આ ખેલાડીનું IPL કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં પણ સ્થાન…

આઇપીએલ 2021 માં ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનેથી હરાવીને આઇપીએલની ટ્રોફી ચોથી વખત પોતાના નામે કરી છે.

મેચ ની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઇ સુપરકિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ ડુ પ્લેસીએ 86 રનનું યોગદાન આપ્યું હતું.

ચેન્નઇ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીત માટે 193 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે શરૂઆત જબરદસ્ત કરી હતી. શુભમન ગિલ અને વેંકટેશ ઐયરે પહેલી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.

ઓપનિંગ ભાગીદારી બાદ સતત વિકેટે પડતા કોલકાતાને 27 રનેથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા 20 ઓવરમાં માત્ર 165 રન બનાવી શકી હતી. કોલકાતાની ઇનિંગની જબરદસ્ત શરૂઆત હોવા છતાં તે ત્રીજી વખત ટ્રોફી જીતવાથી વંચિત રહી ગઈ છે. આ હારની જવાબદારી ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક પર આવી શકે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ ભલે ફાઈનલમાં પહોંચી હોય પરંતુ ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકનું પ્રદર્શન આ વર્ષે કંઈ ખાસ રહ્યું નથી. ફાઇનલમાં પણ તે 7 બોલમાં માત્ર 9 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આ મેચમાં તેની પાસે મોકો હતો કે તે સારી ઇનીંગ રમી ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવે પરંતુ તે જલ્દી આઉટ થઈ જતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે દિનેશ કાર્તિકે 17 મેચમાં માત્ર 22.30ની સરેરાશ અને 131.17ની સ્ટ્રાઇક રેટથી 223 રન બનાવ્યા છે. તેના આ ખરાબ પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આગામી વર્ષે તેને રિટર્ન કરશે નહીં અને હરાજીમાં તેને બીજી ટીમ ખરીદશે કે નહીં તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.

દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાંથી તો પહેલેથી જ બહાર થઇ ચુક્યો છે, અને હવે આઇપીએલના પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે તેનું આઇપીએલ કરિયર પણ જલ્દી સમાપ્ત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *