વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ બે મોટા બદલાવ સાથે ઉતરશે ભારતીય ટીમ…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો છે. આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે. બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. આગામી વર્લ્ડકપની પૂર્વતૈયારી રૂપે આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. આફ્રિકા પ્રવાસ દરમિયાન ફ્લોપ સાબિત થયેલા ખેલાડીઓને આ સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે વન-ડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં મોટા ફેરફાર થઈ શકે છે. ભારતીય ટીમ આ બે મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેના બોલમાં જાદુ દેખાતો નથી અને તે વિકેટ લેવામાં પણ સફળ સાબિત થયો નથી. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં તેને તક આપવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. આ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તક આપવામાં આવી હતી, પરંતુ તે ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને ચાઇનામેન કુલદીપ યાદવને ટીમમાં તક મળી શકે છે. કુલદીપ યાદવે ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચમાં મેચવિનર સાબિત થયો છે. આ ઉપરાંત તેની જાદુઇ બોલિંગથી બેટ્સમેનોને ધાકમાં રાખે છે.

સાઉથ આફ્રિકામાં નિષ્ફળ સાબિત થયેલા આ બંને ખેલાડીઓને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક મળશે નહીં. ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિનને આફ્રિકાના પ્રવાસમાં છેલ્લી તક આપવામાં આવી હતી પરંતુ તેઓ પોતાની જાતને સાબિત કરી શક્યા નહીં. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ અત્યારથી જ મજબૂત પ્લેઇંગ ઇલેવન બનાવવા પ્રયત્ન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *