ત્રીજી વન-ડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બંને વન-ડે મેચમાં જીત મેળવી છે. ત્રીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવવા એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરવા ઇચ્છે છે. આ મેચમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી પ્રથમ બંને મેચોનું મૂલ્યાંકન કર્યું છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ત્રીજી વન-ડે મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં અને આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક મજબૂત ટીમ તૈયાર કરી રહ્યો છે. તો ચાલો જોઇએ કોને સ્થાન આપવામાં આવશે અને કોનું પત્તું કપાશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં સૌપ્રથમ ઓપનિંગ ખેલાડીઓની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે શિખર ધવન ઓપનિંગ કરતો જોવા મળશે. પ્રથમ બંને મેચમાં ઇશાન કિશન અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યા નહીં અને નિષ્ફળ સાબિત થયા. આવી સ્થિતિમાં શિખર ધવન ઓપનિંગ તરીકે જોવા મળી શકે છે.
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર નંબર 3 પર જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી તે પોતાની લયમાં જોવા મળ્યો નથી. આ ઉપરાંત અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ નંબર 4 પર જોવા મળશે. આ ખેલાડી ભારતીય મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી શકે છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ઘાતક ફોર્મમાં ચાલી રહેલા સુર્યકુમાર યાદવને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરના સ્થાને ભારતીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહરને નંબર 7 પર આ મેચમાં તક આપવામાં આવશે. શાર્દુલ ઠાકુરે બંને મેચમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું નથી. ભારતીય યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલ નંબર 8 પર અને કુલદીપ યાદવ નંબર 9 પર રમતો જોવા મળશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ફાસ્ટ બોલરોની વાત કરીએ તો પ્રથમ બંને મેચોમાં ઘાતક બોલિંગ કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલિંગની જવાબદારી સોંપવામાં આવશે. આવી ખતરનાક પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાને ઉતરીને ભવ્ય જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.