આ વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ! કોચ રાહુલ દ્રવિડે પોતે કર્યો મોટો ખુલાસો…

ભારતીય ટીમે છેલ્લા વર્લ્ડકપમાં ખૂબ જ કારમી હાર મેળવી હતી. ત્યારે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી હતો. આ બંનેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડકપ રમી રહી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડ અને નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થયા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. આ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ હાલમાં ખુબ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી રહ્યા છે.

આગામી ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો છે. તેની તૈયારીઓ ભારતીય ટીમે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ દ્વારા આ બાબતે ઘણા નિવેદનો આપવામાં આવ્યા છે. તાજેતરમાં કોચ રાહુલ દ્રવિડ દ્વારા આગામી વર્લ્ડકપને લઇને એક મોટો ખુલાસો કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ તેણે શું કહ્યું છે.

ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તે અને રોહિત શર્મા વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડકપ માટે ટીમ બનાવી રહ્યા છે. મને લાગે છે કે મારી અને રોહિત બંનેની પસંદગી અને મેનેજમેન્ટ વચ્ચે ખૂબ જ સ્પષ્ટતા જણાઇ રહી છે. અમે આ માટે ખેલાડીઓનું સંયોજન અને સંતુલન કરી રહ્યા છીએ. હાલમાં ખેલાડીઓની ફેરબદલી કરીને ટીમ બનાવી રહ્યા છીએ.

દ્રવિડે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડકપ માટે અમને કેવા પ્રકારના ખેલાડીઓની જરૂર છે તે અંગે સ્પષ્ટતા થઇ છે. જેના આધારે અમે આગળ વધી રહ્યા છીએ. ભારતના કેટલાક ખેલાડીઓ ઇજાને કારણે વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ રમી શક્યા નહોતા. આ ઉપરાંત ખેલાડીઓના બેકઅપ અંગે પણ વિચાર કરી રહ્યા છીએ.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વર્લ્ડકપ પહેલા ટીમના દરેક ખેલાડી 10 થી 15 મેચનો અનુભવ ધરાવતો હોવો જોઇએ અને ખેલાડીઓના બેક અપ વિશે પણ વિચાર કરી રહ્યા છીએ. તાજેતરમાં વેંકટેશ ઐયર અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પર જવાબદારી સોંપવામાં આવી હતી, તેઓ આ જવાબદારીમાં સફળ સાબિત થયા છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *