બીજી ટેસ્ટમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોના પત્તા કપાશે…

ભારતીય ટીમે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 113 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતના બેટ્સમેનો અને બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં જ આફ્રિકાના ખેલાડીઓ પર દબાણ રાખ્યું હતું.

આફ્રિકા સામેની આ ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીને તક આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રથમ ટેસ્ટ મેચમાં અનુભવી ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જો ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં વિજય પ્રાપ્ત કરશે તો આ સિરીઝ પણ જીતી જશે. તો ચાલો જોઇએ ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં કંઇ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે.

ભારતનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ સીરીઝમાંથી પહેલેથી બહાર છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ફરી એકવાર ઓપનિંગમાં જોવા મળશે. ત્રીજા નંબર પર ચેતેશ્વર પૂજારાને છેલ્લી તક આપવામાં આવી શકે છે. પુજારા લાંબા સમયથી ફ્લોપ સાબિત થઇ રહ્યો હતો પરંતુ ટીમને એક અનુભવી ખેલાડી જરૂરી છે.

કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. તેની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. પાંચમાં નંબર પર ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને બહાર કરી શકાય છે. તેની જગ્યાએ શ્રેયસ ઐયરને બોલાવવામાં આવી શકે છે. રહાણે ઘણા સમયથી પોતાના પ્રદર્શનમાં પણ જોવા મળી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તેનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં ઐયર તેની જગ્યા લઇ શકે છે.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર છ પર ઉતરશે તે નક્કી છે. ફરી એકવાર સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સ્પિનરની જવાબદારી નિભાવતો જોવા મળશે. સાઉથ આફ્રિકાની પીચો ઝડપી બોલરને હંમેશા મદદરૂપ થાય છે.આવી સ્થિતિમાં ભારત ફરી એકવાર પોતાના ચાર ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરશે.

શાર્દુલ ઠાકુર ફરી એકવાર ઓલરાઉન્ડરની જવાબદારી નિભાવતો જોવા મળી શકે છે. તે બેટિંગની સાથે ઘાતક બોલિંગમાં પણ નિષ્ણાંત છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ આ ત્રિપુટીએ પ્રથમ ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી. ફાસ્ટ બોલર તરીકે આ ત્રણ ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ઘણા સમયથી નિશ્ચિત કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *