બીજી ટી-20માં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ ચાલી રહી છે. 16 ફેબ્રુઆરીએ રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે હરાવીને ભવ્ય જીત મેળવી છે. પ્રથમ મેચ દરમિયાન તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે કેપ્ટનશીપ સંભાળ્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચ જીતીને સમગ્ર સિરીઝ પર કબજો કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે. તો ચાલો જાણીએ આ પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે પ્રથમ મેચમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશનને ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આ બંનેની જોડી ઘણી હિટ સાબિત થઇ હતી. આવી સ્થિતિમાં બીજી મેચમાં પણ રોહિત શર્માની સાથે ઇશાન કિશન ઓપનિંગ કરતો જોવા મળશે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પરંતુ બીજી મેચમાં તે ફરી એકવાર નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર ચાર પર ઉતરશે. સુર્યકુમાર યાદવને નંબર પાંચ સ્થાન આપવામાં આવશે. આ ખેલાડીએ પ્રથમ મેચ દરમિયાન સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમના મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળ્યો હતો.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો વેંકટેશ ઐયર અને દીપક ચહરને નંબર છ અને સાત પર તક આપવામાં આવશે. આ બંને ખેલાડીઓ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલને નંબર 8 પર સ્થાન આપવામાં આવશે. આ ખેલાડીએ પ્રથમ મેચમાં 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. પરંતુ ફરી એકવાર તેને તક આપવામાં આવશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. ભુવનેશ્વરકુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનમાં ચાલી રહ્યો છે છતાં પણ તેને તક આપવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર તે નિષ્ફળ સાબિત થયો છે. આ ઉપરાંત રવિ બિશ્નોઇ અને યુજવેન્દ્ર ચહલ સ્પિનરની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *