કોરોના વિસ્ફોટ બાદ પ્રથમ વન-ડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન…

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાવા જઇ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે જેને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલા તમામ ભારતીય ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા બધા ખેલાડીઓ પોઝિટિવ આવતા તેઓને સમગ્ર સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ કંઇ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે તે રસપ્રદ રહેશે. તો ચાલો જોઇએ ભારતીય ટીમ કંઇ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ વન-ડે મેચમાં રાહુલની ગેરહાજરી હોવાને કારણે તેમજ ધવન અને ગાયકવાડનો રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે રોહિત શર્માની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે.

નંબર 3 પર વિરાટ કોહલી રમતો જોવા મળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી ત્યારબાદ નંબર 4 પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તક મળી શકે છે. નંબર 5 પર શ્રેયસ ઐયરના સ્થાને સૂર્ય કુમાર યાદવને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તક મળી શકે છે. સૂર્ય કુમાર યાદવ તકનો લાભ ઉઠાવીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

નંબર 6 પર ઘણા સમય બાદ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડાને તક મળી શકે છે. દિપક હુડા એક ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી છે. નંબર 7 પર ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલા છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

ભારતીય પીચો પર સ્પિનરોનો દબદબો રહે છે. તેથી રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલની સાથે કુલદીપ યાદવને પણ તક આપી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલિંગની જવાબદારી દીપક ચહર અને મોહમ્મદ સિરાજ સંભાળતા જોવા મળી શકે છે. ભારતીય ટીમ આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ જીતવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *