પ્રથમ વન-ડેમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ! જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…

તાજેતરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ અને ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવા ગઇ છે. ભારતીય ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હારી ગઇ છે. આ ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચ 19 જાન્યુઆરીના રોજ પાર્લમાં રમાશે. ભારતીય ટીમ વનડે સિરીઝ જીતીને હારનો બદલો લેવા ઇચ્છે છે. તેથી ઘણા ખેલાડીઓને પ્રથમ વનડે મેચમાં લાંબા સમય પછી તક આપવામાં આવી શકે છે. પ્રથમ વનડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ. તો ચાલો જાણીએ કયા ખેલાડીઓને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે.

જો ઓપનિંગની વાત કરીએ તો પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલને સપોર્ટ કરવા માટે શિખર ધવન મેદાનમાં ઉતરશે આ બંને ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. ધવલ તેના પુનરાગમનને સફળ બનાવવાનો પ્રયાસ કરતો જોવા મળશે. આ ખેલાડી ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર ત્રણ પર જોવા મળી શકે છે.

પ્રથમ વનડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં સૂર્ય કુમાર યાદવને નંબર 4 પર સ્થાન આપવામાં આવી શકે છે. આ ખેલાડી તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થઇ શકે છે. ત્યારબાદ નંબર 5 પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું સ્થાન નિશ્ચિત છે. નંબર 6 પર યુવા ખેલાડી વેંકટેશ ઐયરને સ્થાન આપવામાં આવી શકે છે. તેણે હાલમાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું.

ભારતીય દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિન લાંબા સમય બાદ વનડે ફોર્મેટમાં નંબર 7 પર રમતો જોવા મળી શકે છે. તે જ સમયે શાર્દુલ ઠાકુર નંબર 8 પર ઝડપી બોલર અને ઓલરાઉન્ડર તરીકે પોતાનું કર્તવ્ય નિભાવશે. તેણે આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ ઝડપી હતી. તેથી તેને પ્રથમ વન-ડેમાં સ્થાન મળશે તે વાત નિશ્ચિત છે.

આ સિવાય ફાસ્ટ બોલિંગની વાત કરવામાં આવે તો દિપક ચહર, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને તક આપવામાં આવી શકે છે. આ બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ઉતરીને વિજય મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને યુજવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને પ્રથમ વનડે મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *