હાર બાદ બીજી વન-ડેમાં આ બે મોટા બદલાવો સાથે ઉતરશે ભારતીય ટીમ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ વનડે મેચમાં ભારત 31 રને સાઉથ આફ્રિકા સામે હાર્યું છે. બીજી વનડે મેચની શરૂઆત 21 જાન્યુઆરીના રોજ બપોરે બે વાગે થવાની છે. બીજી વનડે મેચમાં ઘણા ખેલાડીઓની ફેરબદલી થઇ શકે છે.

વિરાટ કોહલી બાદ રોહિત શર્માને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ તે ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશીપ સોપવામાં આવી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પ્રથમ મેચમાં ભારતને મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં બીજી વનડે મેચમાં તેઓને બહાર રાખવામાં આવી શકે છે. તો ચાલો જાણીએ ભારતને પ્રથમ મેચમાં મળેલ હાર બાદ કયા બદલાવ સાથે મેદાનમાં ઉતરશે.

વિસ્ફોટક ઓપનર ખેલાડી કેએલ રાહુલ અને અનુભવી ખેલાડી શિખર ધવન આ બંનેનું સ્થાન નિશ્ચિત છે. ત્રણ નંબર પર વિરાટ કોહલી પોતાનું સ્થાન જાળવી રાખશે. તેને પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ ત્રણ ખેલાડીઓના સ્થાન નિશ્ચિત છે. ત્યારબાદ નંબર ચાર પર સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડર સંભાળવા માટે બીજી વન-ડે મેચમાં ઉતરી શકે છે. આ ખેલાડી મિડલ ઓર્ડરને ધીમી ગતિથી સારી રીતે સંભાળી શકે છે.

આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં નંબર પાંચ પર શ્રેયસ ઐયર અને નંબર છ પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને સ્થાન આપવામાં આવશે. જ્યારે ઓલરાઉન્ડર તરીકે નંબર સાત પર શાર્દુલ ઠાકુર અથવા વેંકટેશ ઐયરને સ્થાન મળી શકે છે. ઐયર કરતા શાર્દુલ ઠાકુરને વધારે મહત્વ આપવામાં આવશે કેમકે તે તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

ભારતીય સ્પિનરોની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનને બીજી વનડે મેચમાં સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહનું સ્થાન નિશ્ચિત છે અને ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. આ તમામ બદલાવ સાથે ભારતીય ટીમ બીજી વનડે મેચમાં આફ્રિકા સામે મેદાને ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *