હીરો બન્યો વિલન, જીત બાદ પણ રોહિત શર્મા આ ઘાતક ખેલાડી પર થયો ગુસ્સે…

હાલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. 24 ફેબ્રુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને જબરદસ્ત રીતે હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમ બીજી ટી-20માં જીત મેળવીને સમગ્ર સિરીઝ પર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છે છે.

શ્રીલંકા સામેની સિરીઝ શરૂ થાય તે પહેલા ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક ચહર જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર થયા હતા. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ પણ તાજેતરમાં બહાર થયો છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની આ સિરીઝમાં વાપસી થઇ છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને પણ આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 62 રને હરાવ્યું છે. પરંતુ રોહિત શર્મા પ્રથમ ટી-20 મેચ પૂર્ણ થયા બાદ આ ઘાતક ખેલાડી પર ખુબ જ ગુસ્સે થયો હતો. તેની એક ભૂલના કારણે તેને છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે અને તેણે શું કર્યું હતું.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટી-20 મેચ પૂર્ણ થયા બાદ વેંકટેશ ઐયર પર ખુબ જ ગુસ્સે થયો હતો. શ્રીલંકાની ઇનિંગ દરમિયાન વેંકટેશ ઐયરે ભુવનેશ્વર કુમારની બોલ પર એક સરળ કેચ છોડ્યો હતો. જેનાથી રોહિત શર્મા ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. આ સિવાય ટીમ ઇન્ડિયાએ આ મેચમાં વધુ બે કેસ પણ છોડ્યા હતા. આવી બાબતો વારંવાર થવાને કારણે રોહિત શર્મા ગુસ્સે ભરાયો હતો.

રોહિત શર્માએ મેચમાં જણાવ્યું કે આ બાબતનું સતત પુનરાવર્તન થઇ રહી છે. આપણે સતત કેચ છોડી રહ્યા છીએ. વર્લ્ડકપ પહેલા આપણે આપણી ટીમની ફિલ્ડીંગ સારી બનાવવી પડશે અને આ વધારે સહન કરવામાં આવશે નહીં. રોહિતના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વર્લ્ડકપની તૈયારીઓમાં કોઇ ખેલાડીઓને છૂટછાટ આપવામાં આવશે નહીં. અત્યારથી જ બધા ખેલાડીઓને સારું રમવા માટે ફિટ રહેવું પડશે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા બન્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. આ ઉપરાંત રોહિત શર્મા એવું ઇચ્છે છે કે શ્રીલંકા સામેની બાકીની ટી-20 મેચમાં ભારતીય ટીમ એક પણ ભૂલ કર્યા વગર જીત મેળવે. આ ઉપરાંત આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તે મજબૂત ટીમ બનાવી રહ્યો છે અને ખેલાડીઓને સતત માર્ગદર્શન આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *