આ ગુજરાતી ખેલાડીને મેગા ઓક્શનમાં કિંગ કોહલીની RCBએ 10.75 કરોડમાં ખરીદ્યો…
આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓક્શનના પ્રથમ દિવસની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી રહી છે. આ વર્ષે 10 ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગ રમવાની છે. તેથી 10 ટીમો વચ્ચે હાલમાં ખેલાડીઓને ખરીદવા માટે સ્પર્ધા ચાલી રહી છે.
મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. મનપસંદ ખેલાડીઓની પસંદગી કરીને દરેક ટીમો પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે. ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી રહી છે. ઘણા ખેલાડીઓ આ વર્ષે માલામાલ થઈ શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેણે ટોટલ ત્રણ ખેલાડીઓને રીટેન કર્યા છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ એમ ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. આ ઉપરાંત મેગા ઓક્શનમાં આ ગુજરાતી ખેલાડી પર 10.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલ હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ખેલાડી પર ઘણી ટીમો મોટી બોલી લગાવી રહી હતી. પરંતુ આરસીબી ટીમે અંતે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડી ગત સિઝનમાં પણ આરસીબી ટીમ તરફથી રમી રહ્યો હતો.
હર્ષલ પટેલે આઇપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ એક સિઝનમાં સૌથી વધુ 32 વિકેટ લઇને બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી હતી. આ ઉપરાંત તે ગત સિઝનમાં પર્પલ કેપ વિનર રહ્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી ઘાતક બોલિંગ કરીને વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સીરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ગત સિઝન બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આવનારી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાને ઉતરી શકે છે.