ગુજરાતી બોલર સામે ચાલાકી કરવી પડી ભારે, આ રીતે મનદીપ સિંહને કર્યો આઉટ… – જુઓ વીડિયો

આઇપીએલ 2021ના તબક્કાની શરૂઆત મુંબઇ ઇન્ડિયન્સ માટે ખરાબ રહી હતી. તે ત્રણ માંથી ત્રણ મેચ હારી ચૂકી હતી. પરંતુ ગઈકાલે એટલે કે મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેને છ વિકેટે હરાવી મુંબઇ ઇન્ડિયન્સે પોઇન્ટ્સ ટેબલમાં પણ વાપસી કરી છે.

મુંબઇ ઇન્ડિયન્સ આ મેચ પહેલા 8 પોઇન્ટ સાથે સાતમા સ્થાન પર હતું. પરંતુ આ મેચમાં પંજાબને હરાવીને તે 10 પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર પહોંચી ગયું છે. પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે આઈપીએલ 2021માં પ્લેઓફ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.

આ મેચમાં કૃણાલ પંડ્યાના એક બોલ પર ગેલે જોરદાર પ્રહાર કર્યો હતો, જે બાદ બોલ કેએલ રાહુલ સાથે ટકરાતા તેનું સંતુલન બગડી ગયું હતું અને તે બોલ કૃણાલ પંડ્યાના હાથમાં આવતા તેણે સ્ટમ્પ પર મારી દીધો હતો. આ સમયે રાહુલ ક્રિઝની બહાર હતો, અને આઉટ પણ હતો, કૃણાલે પહેલા તો અમ્પાયર સામે આઉટ માટે અપીલ કરી પરંતુ અંતે આઉટની અપીલને પાછી ખેંચી લઇને સ્પોર્ટસ સ્પિરીટ બતાવી હતી.

આઇપીએલ 2021ના બીજા તબક્કાની જેમ જ ગઈકાલની મેચમાં પણ મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ધીમી રહી હતી. તેણે પાંચ ઓવરમાં 35 રન આપી દીધા હતા. પરંતુ છઠ્ઠી ઓવરમાં કૃણાલ પંડ્યા બોલિંગ કરવા માટે આવ્યો હતો.

કૃણાલ પંડ્યાની ઓવરના બીજી બોલ પર મનદીપ સિંહ એલબીડબ્લ્યુ આઉટ કરાર થયો હતો. જે બાદ મનદીપ સિંહ રાહુલ તરફ ગયો હતો, પરંતુ રાહુલે તેને રિવ્યૂ લેવાની ના પાડતા તે પેવેલિયન ભેગો થયો હતો. આમ મનદીપ સિંહને ગુજરાતી બોલર સામે ચાલકી કરવી ભારે પડી ગઈ હતી.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *