આ ત્રણ ગુજરાતી ખેલાડીઓને હર હાલમાં ખરીદશે ગુજરાત ટાઇટન્સની ટીમ…

આઈપીએલની 15મી સિઝન પહેલા આ વર્ષે પ્રથમ વખત મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. અમદાવાદ અને લખનઉ બંને ટીમો આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાશે. તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ બીસીસીઆઇને આપ્યા છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે.

આઇપીએલની આ સીઝનમાં નવી આવેલી અમદાવાદની ટીમે પોતાના ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલનો સમાવેશ કર્યો છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. આ ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં ટીમનું નામ ગુજરાતી ટાઇટન્સ હોવાનું જણાવ્યું છે.

અમદાવાદની ટીમે ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી છે. હાર્દિક પટેલ કેપ્ટન બન્યા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે આ જવાબદારી સારી રીતે નિભાવવા મહત્તમ પ્રયત્ન કરશે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ આ ગુજરાતી ખેલાડીઓને હરહાલમાં પોતાની ટીમમાં સામેલ કરવા પ્રયત્ન કરશે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ છે.

સૌ પ્રથમ વાત કરીએ તો હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ ખેલાડીએ 2016માં આઈપીએલની શરૂઆત કરી હતી અને 2020 સુધી તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના માટે 2021 વર્ષ ખરાબ રહ્યું હતું. આ એક એવો ખેલાડી છે કે જે ગુજરાત ટાઇટન્સની ટીમને પોતાના દમથી ફાઇનલ સુધી લઈ જઈ શકે છે.

આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સની ટીમ સૌરાષ્ટ્રનો હીરો કહેવાતા ચેતન સાકરીયાને ખરીદી શકે છે. આ ખેલાડીએ આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તાજેતરમાં ભારત માટે પણ ડેબ્યૂ કર્યું હતું. મર્યાદિત રીટેન્શનના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમે તેને જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં તે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાઈ શકે છે.

કૃણાલ પંડ્યા, ચેતન સાકરીયા ઉપરાંત હર્ષલ પટેલને ગુજરાત ટાઇટન્સ ખરીદી શકે છે. આ ખેલાડીએ આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરીને આઇપીએલ 2021માં 32 વિકેટ લીધી હતી. આ ખેલાડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા જાળવી રાખવામાં આવ્યો નથી. આ ખેલાડીઓને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ મોટી બોલી લગાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *