સ્ટમ્પના બેઇલ્સ આપમેળે પડી જતા ફેન્સ બોલ્યા મેદાનમાં ભૂત આવ્યું…-જુઓ વીડિયો

બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ટી-20 મેચ બાંગ્લાદેશે જીતી આ સીરીઝને 2-1થી જીતી લીધી છે. પરંતુ આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી આ મેચ દરમિયાન સુપરનેચરલ ઘટના બની હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના જોયા બાદ ફેન્સ કહી રહ્યા હતા કે મેદાન પર ભૂત હતું. આ ઘટનાએ બેટ્સમેન સહિત થર્ડ અમ્પાયરને પણ અસમંજસમાં મૂકી દીધા હતા. મેચ દરમિયાન મેદાન પર સુપરનેચરલ ધટના બની હતી. જ્યારે બેટિંગ કરવા ઝિમ્બાબ્વે મેદાનમાં ઉતરી હતી. ત્યારે વિકેટ પરથી બેઇલ્સ આપમેળે પડી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જોયા બાદ સ્પષ્ટ થાય છે કે બેટ્સમેન અને સ્ટેમ્પ વચ્ચે અંતર હોવા છતાં બેઇલ્સ પડી ગયા હતા. મેચ દરમિયાન આ ઘટનાની પુષ્ટિ કરવા માટે થર્ડ અમ્પાયરની મદદ પણ લેવામાં આવી હતી.

ખેલાડી આઉટ છે કે નોટ આઉટ તેના નિર્ણય માટે થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી. થર્ડ અમ્પાયરે વીડિયો જોયા બાદ જણાવ્યું હતું કે, સ્ટેમ્પ પર થી બેઇલ્સ હવાના સંપર્કમાં આવ્યા બાદ પડી ગયા છે. જોકે સોશિયલ મીડિયા પર લોકોએ આ નિર્ણયને આવગણ્યો હતો.

લોકોનું કહેવું છે કે મેદાન પર કોઈ સુપરનેચરલ ઘટના ઘટી છે. આ ભૂત પ્રેત દ્વારા કરાયું છે. જોકે વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે, બેઇલ્સ હવાના કારણે પડી ગયા હતા.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *