રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનતા આ દિગ્ગજ ખેલાડીની કિસ્મત ચમકી, લાંબા સમય બાદ મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન….

વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તેની પાસેથી બીસીસીઆઇ દ્વારા વન-ડે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. અચાનક રાજીનામું આપતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. અચાનક રાજીનામું આપતા બીસીસીઆઇ નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી હતી.

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. તે પહેલાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન રોહિત શર્માને આ પહેલા ટુંકા ફોર્મેટની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. તેણે કેપ્ટન પદ સંભાળ્યા પછી ભારતીય ટીમને એક પણ મેચમાં હારનો સામનો કરવો પડયો નથી. આ ઉપરાંત શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેના દ્વારા દિગ્ગજ ઘણા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. એક ઘાતક ખેલાડી છેલ્લા ઘણા સમયથી બહાર રહ્યો હતો. પરંતુ તાજેતરમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી કુલદીપ યાદવને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીને ચાઇનામેન બોલર તરીકે ઓળખવામાં આવે છે. તેના બોલને રમવો કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી. તેણે દુનિયાના દિગ્ગજ બેટ્સમેનોને આઉટ કર્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આ ખેલાડીને ટીમમાં સ્થાન મળતું નહોતું.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા જયંત યાદવ અને રવિન્દ્ર જાડેજાને ઘણી તકો આપવામાં આવી હતી, પરંતુ કુલદીપ યાદવની સતત અવગણના કરવામાં આવી રહી હતી. કુલદીપ યાદવે 2017માં ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી.

ઘણા લાંબા સમયથી બહાર રહેલા કુલદીપ યાદવને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી છે. કુલદીપ યાદવ એક સમયે ભારતીય ટીમ માટે મહત્વનો સ્પિન બોલર ગણાતો હતો. ઇજાગ્રસ્ત અને ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ હાલમાં તેને ફરી એકવાર સામેલ કરવામાં આવ્યો છે. તકનો લાભ ઉઠાવીને આ ખેલાડી પોતાનું ફોર્મ પરત મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *