વિરાટની લાડકી ‘વામિકા’ની પહેલી ઝલક થઇ વાયરલ… – જુઓ વિડિયો

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે રમાઇ રહી હતી. ભારતીય ટીમે આફ્રિકા સામે ત્રણેય વન-ડે મેચમાં હાર મેળવી છે. આફ્રિકાની ટીમ આ સિરીઝ 3-0 ની લીડથી જીતી ચૂકી છે. પ્રથમ બંને મેચ હાર્યા બાદ કેપ્ટન કે એલ રાહુલે ત્રીજી વન-ડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કર્યો હતો. પરંતુ ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી નહીં.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્માની દિકરી વામિકાનો ચહેરો પહેલીવાર લોકો સામે આવ્યો છે. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 50 ઓવરના ફોર્મેટમાં તેની કારકિર્દીની 64મી અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ અડધી સદી પોતાની પુત્રીની વામિકા માટે ફટકારી હતી તેવા સંકેતો કોહલી દ્વારા આપવામાં આવ્યા હતા.

વિરાટ કોહલીની દીકરી વામિકાના ચહેરાને જોઈને ક્રિકેટ ચાહકો પોતાની લાગણી રોકી શક્યા નહીં અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝર્સે કહ્યું કે વામિકાનો ચહેરો બાળપણના વિરાટ જેવો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત તમામ યૂઝર્સે તેરે અલગ-અલગ નિવેદન આપીને વામિકાનું સ્વાગત કર્યું છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકા જાન્યુઆરીમાં એક વર્ષની થઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ રમી રહી હતી. આ દરમિયાન તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યાર બાદ હાલમાં અનુષ્કા શર્મા વામિકા સાથે મેદાન પર જોવા મળી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાને જોઈને તેના ફેન્સ દ્વારા ખૂબ જ કોમેન્ટ કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો. વિરાટ કોહલીના રમુજી વિડીયો વારંવાર આવતા હોય છે. પરંતુ પ્રથમ વખત વામિકાનો ચહેરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *