ફિલ્ડરને કેચ છોડવો પડ્યો ભારે, બોલરે ગુસ્સામાં આવીને ચડાવી દીધો લાફો, જુઓ…

વિશ્વના દરેક દેશની ટીમો હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટ ઉપરાંત બીજા દેશની ટીમો સામે ઇન્ટરનેશનલ મેચો રમાઇ રહી છે. દરેક દેશની ટીમો આગામી આઇસીસી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને પોતાની ટીમને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે. વિશ્વના બેટ્સમેન અને બોલરો હાલમાં પોતાના દેશની ટીમમાં સારું પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવતા હોય છે.

પાકિસ્તાનમાં હાલમાં પાકિસ્તાન સુપર લીગ રમાઇ રહી છે. પાકિસ્તાન સુપર લીગમાં સારું પ્રદર્શન કરીને દર વર્ષે ઘણા ખેલાડીઓ પાકિસ્તાનની ટીમમાં પ્રવેશ કરે છે. હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમાઇ રહેલી પેશાવર જાલ્મી અને લાહોર કલંદર વચ્ચેની મેચમાં જબરદસ્ત નજારો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ આ મેચમાં શું થયું હતું.

સોમવારના રોજ પેશાવર જાલ્મી અને લાહોર કલંદર વચ્ચેની મેચમાં પાકિસ્તાની ઝડપી બોલર હરીસ રઉફ આક્રમક ફોર્મમાં દેખાઇ રહ્યો હતો. તેણે મેદાનની વચ્ચે પોતાની ટીમના ખેલાડીને થપ્પડ મારી હતી. હરીસે કામરાન ગુલામને કેચ છોડવા બદલ થપ્પડ લગાવી હતી. લાહોર કલંદર તરફથી રમતા રઉફ માટે પેશાવર સામેની મેચ ઘણી મહત્વની હતી.

પેશાવર સામે લાહોર તરફથી હરીસ બીજી ઓવરમાં બોલિંગ કરવા માટે આવ્યો હતો. આ ઓવરમાં કામરાન ગુલામે ખતરનાક ઓપનિંગ બેટ્સમેન હઝરતુલ્લાહનો કેચ છોડ્યો હતો. જેના પછી રઉફ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ પછી ઓવરના પાંચમા બોલ પર અહેમદના હાથે મોહમ્મદ હરીસનો કેચ આઉટ કરાવ્યો હતો. વિકેટના ઉત્સાહ વચ્ચે તેણે કામરાન ગુલામને થપ્પડ મારી હતી.

રઉફે ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ હરીસને આઉટ કર્યો હતો. ત્યારબાદ તમામ ખેલાડીઓ ઉજવણી કરવા આવ્યા હતા. આ સમયે કામરાનની નજીક પહોંચતા જ તેને થપ્પડ મારી દીધી હતી. જોકે આ પછી અન્ય કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. આ બાબત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આવી ઘટના સામે આવી હતી. ભારતીય સ્પિનર હરભજન સિંહે ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ મારી હતી. હરભજન મુંબઇ તરફથી અને શ્રીસંત પંજાબ તરફથી રમતો હતો. આ બંને વચ્ચે મારામારી થઇ હતી. આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં પાકિસ્તાન ખેલાડીઓના થપ્પડ મારવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *