બીજી ટેસ્ટ મેચમાં ચમકી આ ઘાતક ખેલાડીની કિસ્મત, 12 વર્ષ બાદ મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ પહેલા રમાયેલ પ્રથમ મેચમાં 188 રને જીત મળી હતી. હવે બીજી મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝમાં 2-0થી જીત મેળવવા ઇચ્છે છે. રોહિત ન હોવાના કારણે બીજી ટેસ્ટ મેચમાં પણ કેએલ રાહુલ ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો છે. તેણે બીજી મેચમાં ઘણા આકરા નિર્ણયો લીધા છે.

બીજી મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હાલમાં ભારતીય ટીમ બોલિંગ કરતી જોવા મળી છે. બીજી ટેસ્ટ મેચમાં રાહુલે એક મોટો બદલાવ કર્યો છે. તેણે કુલદીપ યાદવને બહારનો રસ્તો બતાવ્યો છે. પહેલી મેચમાં કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો છતાં પણ તેને બહાર કરીને આ ગુજરાતી ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે.

કુલદીપ યાદવને બહાર કરીને રાહુલે બીજી ટેસ્ટ મેચમાં આ યુવા ખેલાડીને સ્થાન આપ્યું છે. તેની કિસ્મત ચમકી હોય તેવું કહી શકાય છે. લગભગ 12 વર્ષ બાદ તેને ભારતીય ટેસ્ટ ટીમની પ્લેઇંગ ઇલેવન સ્થાન મળ્યું છે. તેના માટે આ એક સારા સમાચાર ગણી શકાય છે. તે તકનો ફાયદો ઉઠાવીને કાયમી સ્થાન પણ બનાવી શકે છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી મેચમાં તે બોલીંગ કરતો પણ જોવા મળ્યો છે. છેલ્લા 12 વર્ષથી તેને સ્થાન મળતું નહોતું પરંતુ તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનના આધારે તેને સામેલ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ટીમની કેપ્ટનશીપ કરીને તેણે બે મોટી ટ્રોફી જીતાડી છે. આ ઉપરાંત તે ઘાતક બોલિંગ પણ કરતો જોવા મળ્યો છે.

જયદેવ ઉનડકટ પહેલેથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી સારી બોલિંગ કરતો જોવા મળ્યો છે. તેના સતત સારા પ્રદર્શનના કારણે તેને વાપસી કરવાની તક મળી છે. રાહુલની આગેવાની હેઠળ તેને હાલમાં બીજી ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો તે સફળ રહેશે તો આગામી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં તેને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની ઇજાને કારણે ચિંતામાં જોવા મળી છે. અત્યાર સુધી રોહિત, શમી અને જાડેજા જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ બહાર પણ રહ્યા છે. તેઓ જલ્દી વાપસી કરે તેવી આશા રહેલી છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ભારતીય ટીમ ઘર આંગણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી-20 અને વનડે સિરીઝ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *