રાહુલ કેપ્ટન બનતા આ ઘાતક ખેલાડીની કિસ્મત ચમકી, 6 મહિના બાદ મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જે ભારતીય ટીમ જીતીને હારનો બદલો લેવા માગશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ પ્રથમ વન-ડે મેચ પાર્લના બોલેન્ડમાં રમાઇ રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જ્યારે આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર વેંકટેશ ઐયરે આ મેચમાં ડેબ્યૂ કર્યુ છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા અનુભવી ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને એવા ખેલાડીઓ કે જે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ અથવા ઇજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર હતા. તેવા દિગ્ગજ ખેલાડીઓને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં વાપસી થઇ છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા અનુભવી ખેલાડીઓની વાપસી થઇ છે. જેમાં સૌથી મોટું નામ શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલનું છે. તમને જણાવી દઇએ કે કોહલીની કેપ્ટનશીપ હેઠળ યુજવેન્દ્ર ચહલને છેલ્લા 6 મહિનાથી ભારતીય ટીમમાં સ્થાન મળતું ન હતું પરંતુ રાહુલના કેપ્ટન બનતા તેની ટીમમાં વાપસી થઇ છે.

વર્ષ 2021 યુજવેન્દ્ર ચહલ માટે જરા પણ સારું રહ્યું ન હતું. આઇપીએલ 2021ના પહેલા તબક્કામાં ખરાબ પ્રદર્શનના કારણે યુજવેન્દ્ર ચહલને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું ન હતું. યુજવેન્દ્ર ચહલ માટે ટીમ ઇન્ડિયામાં પુનરાગમન કરવું મુશ્કેલ બની ગયું હતું. કારણ કે રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરો સારું પ્રદર્શન કરી રહ્યા હતા.

રાહુલ અને વરુણ ચક્રવર્તી ટી 20 વર્લ્ડ કપમાં ફ્લોપ સાબિત થયા હતા. જેથી ફરી એક વખત ભારતીય વન-ડે ટીમમાં યુજવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું છે. વન-ડે ક્રિકેટમાં યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ ઘણો સારો છે અત્યાર સુધીમાં 57 વન-ડે મેચમાં 97 વિકેટ ઝડપી છે જેમાં બે વખત પાંચ વિકેટ પણ ઝડપી પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *