રોહિત શર્મા કેપ્ટન બનતા આ ઘાતક ખેલાડીની કિસ્મત ચમકી, 4 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન…

ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂક કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ ભારતે 3-0 થી જીતી હતી. હિટમેને કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. આઇપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને રોહિત શર્માએ ટીમમાં તક આપી છે.

ભારતીય ટીમને ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમે ટી 20 ફોર્મેટમાં વાપસી કરી છે. હિટમેને ઘણા વર્ષથી બહાર બેઠેલા અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઘણા બધા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.

ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટ બાદ હવે ટી 20 ફોર્મેટમાં પણ ચમત્કાર બતાવવાનું શરૂ કરી દીધું છે. અશ્વિન પહેલેથી જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો જાદુ દેખાડતો હતો. પરંતુ હવે ટી 20 ક્રિકેટમાં તેની વાપસી થતાં તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં ઘણી બધી વિકેટો ઝડપી હતી. યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના કારણે ટીમમાંથી બહાર થયેલા અશ્વિને ફરી એકવાર વાપસી કરી જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી વચ્ચે પહેલા સંબંધો સારા નહોતા. ડ્રેસિંગ રૂમમાં પણ આ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આઇપીએલમાં પણ આ બંને વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીની આ બાબતે બીસીસીઆઇને ફરિયાદ કરી હતી. આ બંનેના મનમુટાવના કારણે અશ્વિનને લાંબા સમય સુધી ટૂંકા ફોર્મેટમાં સ્થાન મળ્યું ન હતું.

રવિચંદ્રન અશ્વિન ચાર વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાયો હતો. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રવિચંદ્રન અશ્વિન એક મોટો મેચવિનર હતો. પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશીપ તે જોવા મળ્યું નહીં અને હવે ફરી એક વાર રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ અશ્વિને પોતાની તાકાત દેખાડવાનું શરૂ કરી દીધું છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનરમાં અશ્વિનનું નામ આવે છે.

રવિચંદ્રન અશ્વિને છેલ્લી 5 મેચમાં શાનદાર પ્રદર્શન સાથે 9 વિકેટ ઝડપી છે. તેના આ ખાસ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેને સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળશે. અશ્વિનનો રેકોર્ડ જોઇને રોહિત શર્મા તેને નજર અંદાજ કરી શકશે નહીં. તેણે શાનદાર બોલિંગ કરીને સાબિત કર્યું છે કે તે ટૂંકા ફોર્મેટમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *