રોહિત શર્મા કેપ્ટન બનતા આ 3 ઘાતક ખેલાડીઓની કિસ્મત ચમકી, હાલ મચાવી રહ્યા છે તબાહી…

વિરાટ કોહલીએ ભારતીય ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે. સારી આવડત અને કુશળતા ધરાવતા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

તાજેતરમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ રમી રહી હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ તમામ મેચોમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ સિરીઝમાં રોહિત શર્મા દ્વારા ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને તેના પર સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું.

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીઓને સતત બહાર રાખવામાં આવી રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ આ ત્રણ ઘાતક ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આ ત્રણ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત થયું છે અને તેઓને બહાર કરવા લગભગ અશક્ય લાગી રહ્યું છે. તો ચાલો જાણીએ આ ત્રણ ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વર્ષ 2021માં વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ પસંદગીકારો દ્વારા તેની સતત અવગણના કરવામાં આવી હતી. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં તે ખૂબ જ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 મેચમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતીય ટીમને જીતાડી હતી.

સૂર્યકુમાર યાદવ ઉપરાંત 23 વર્ષીય ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇશાન કિશનને કોઇપણ ક્રમ પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવે તો તે ધમાકો કરી શકે છે. આ ખેલાડીને શિખર ધવનના સ્થાને રોહિત શર્માએ ઓપનર ખેલાડી તરીકે સ્થાન આપ્યું હતું. આ ઉપરાંત તે વિકેટકીપિંગની કુશળતા પણ ધરાવે છે. તે પોતાની ક્ષમતા અનુસાર ઘણી અજાયબીઓ કરી રહ્યો છે.

વિરાટ કોહલીની આગેવાનીમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવને ખૂબ જ ઓછી તકો મળી હતી પરંતુ રોહિત શર્માએ આ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડી ભારતીય ટીમનો સૌથી ઘાતક સ્પિનર ગણાય છે. તેના બોલનો જવાબ આપવો દરેક બેટ્સમેન માટે શક્ય નથી. આ ખેલાડીને રોહિત શર્મા દ્વારા તક આપવામાં આવી છે. તે તકનો લાભ ઉઠાવીને કાયમી જગ્યા બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *