કેળા ખાઇને છ વિકેટ લેનાર આ ઘાતક ખેલાડી બન્યો અમદાવાદની ટીમનો કોચ…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ લીગમાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ મેગા ઓક્શન 11, 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. મેગા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.
આ વર્ષે આઇપીએલ પહેલા યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે. મેગા ઓક્શન જાન્યુઆરી સપ્તાહમાં યોજાવાનું હતું. પરંતુ અમદાવાદની ટીમને લઇને નિર્ણય આવવાનો હજુ બાકી છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમોને પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓ પસંદ કરવાના પણ હજુ બાકી છે.
અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો નવી હોવાને કારણે આ બંને ફ્રેન્ચાઇઝીઓએ કોચથી લઇને ખેલાડીઓ સુધીની પસંદગી શરૂ કરી દીધી છે. વિક્રમ સોલંકીને અમદાવાદ ટીમના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ ટીમના મુખ્ય કોચ તરીકે તાજેતરમાં આ દિગ્ગજ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાને અમદાવાદ ટીમના મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે 2003ના વર્લ્ડ કપની મેચમાં જ્યારે આશિષ નેહરાએ એક જ મેચમાં 6 વિકેટ લીધી હતી. ત્યારે તે મેદાનમાં ઉતારવાની સ્થિતિમાં પણ નહોતો. નહેરાના પગમાં ગંભીર ઇજા થઇ હતી. પરંતુ કેળુ ખાધા બાદ તે આ મેચ રમી શક્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની ટીમ હજુ ઔપચારિક જાહેરાત કરી શકતી નથી કારણ કે તેને સંમતિ પત્રક હજુ મળ્યું નથી. તાજેતરમાં આશિષ નેહરાની અમદાવાદની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને આ સીઝન માટે તેની પસંદ કરવામાં આવી છે. આશિષ નેહરા આ પહેલા પણ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કોચ રહી ચૂક્યો છે.
આશિષ નેહરા ભારતીય ટીમ માટે એક મજબૂત બોલર સાબિત થયો હતો. આશિષ નેહરાએ 1999માં ટેસ્ટ ફોર્મેટ દ્વારા ભારતમાં ડેબ્યૂ કર્યું હતું. આશિષ નેહરાએ 17 ટેસ્ટ મેચમાં 44 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત 120 વનડે મેચમાં 157 વિકેટ ઝડપી છે. આ સ્ટાર ખેલાડીને તાજેતરમાં અમદાવાદની ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે.