પ્લેઓફ માટે કેકેઆરની ટીમમાં આ ઘાતક ખેલાડીની થઈ એન્ટ્રી…

આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં ગઈકાલે એટલે કે ગુરૂવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 86 રનના મોટા માર્જિનથી માત આપી પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ ફાઇનલ કરી લીધું છે.

મેચ ની વાત કરીએ ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરતી કોલકાતા નાઈટ રાઈડર્સે શરૂઆત ધીમી કરી હતી. પરંતુ ત્યારબાદ વેંકટેશ ઐયર અને શુભમન ગિલે તાબડતોડ અંદાજમાં બેટિંગ કરી હતી.

શુભમન ગિલે આ મેચમાં 56 રન બનાવ્યા હતા. જેની બદોલત કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 171 રન બનાવવામાં સફળ રહી હતી. રનનો પીછો કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માત્ર 85 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચને કોલકાતા નાઈટ રાઈડર્સે 86 રનેથી જીતી લીધી હતી.

આ જીતની સાથે જ લગભગ કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન ફાઇનલ કરી લીધું છે, અને મુંબઇ ઇન્ડિયન્સને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે હવે પ્લેઓફમાં સ્થાન મેળવવું લગભગ અશક્ય બની ગયું છે.

પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈએ તેમની છેલ્લી લીગ મેચમાં 250+ સ્કોર કર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદને 170+ રનથી હરાવવાની જરૂર છે અને જો તેઓ રનનો પીછો કરે તો કોઈ તક નથી, કારણ કે તેઓ કેકેઆરની નેટ રન રેટ સુધી પહોંચી શકે તેમ નથી.

આઇપીએલ પ્લેઓફ પહેલા કેકેઆર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેકેઆર ટીમના ખતરનાક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની ટીમમાં વાપસી થઇ રહી છે. તે આઇપીએલ પ્લેઓફમાં રમી શકે તેવી આ સ્થિતિમાં છે. જો આવું થાય તો કોલકાતા પાસે ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. કારણ કે, આન્દ્રે રસેલ એક ઘાતક ઓલરાઉન્ડર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *