ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ ઘાતક ખેલાડી થયો કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી…

સમગ્ર ભારત દેશમાં તાજેતરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાની અસર ક્રિકેટ જગત પર પણ જોવા મળી છે. ઘરેલું સિરીઝ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે અને ઘણા ખેલાડીઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન કોરોના ગ્રસ્ત થયા હતા. કોરોનાને કારણે ગયા વર્ષે આઇપીએલ 2021 પણ બે તબક્કામાં યોજવામાં આવી હતી.

તાજેતરમાં રમાયેલી આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન આફ્રિકાના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે ટીમમાંથી બહાર થયા હતા. આ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ પણ રમાવાની હતી. પરંતુ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ટી-20 સિરીઝ રદ કરવામાં આવી હતી.

તાજેતરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. હું તાજેતરમાં જ કોરોના પોઝિટિવ થયો છું. આ સમાચાર સાંભળીને સમગ્ર ક્રિકેટ જગતને આઘાત લાગ્યો છે.

ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને લખ્યું છે કે હળવા લક્ષણો બાદ મને કોરોના પોઝિટિવ થયો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને ટેસ્ટ કરાવવા અને સુરક્ષિત રહેવા જણાવ્યું છે. ગૌતમ ગંભીર પૂર્વ લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે ગૌતમ ગંભીર છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહ્યા છે. આઇપીએલ 2022માં લખનઉની ટીમે પોતાના મેન્ટર તરીકે આ ખેલાડીને પસંદ કર્યો છે.

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વર્લ્ડકપ 2011 વિજેતા ટીમમાં પણ સામેલ હતો. આ ખેલાડીએ શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં 97 બનાવીને મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ ખેલાડીને વર્લ્ડકપ વિજેતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર વર્લ્ડકપ દરમિયાન પણ તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

તાજેતરમાં જ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા મારફતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેને પોતાનું સ્વાસ્થ્ય સંભાળી રાખવા માટે વિનંતી કરી છે. આ ઉપરાંત થોડા દિવસો સુધી તે હોમ કવોરન્ટાઇન થયા છે. હાલમાં તેઓ ઘરેથી સારવાર લઇ રહ્યા છે. આ વર્ષ દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *