ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બનેલ આ ઘાતક ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી થશે બહાર…

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરીને જીત હાંસલ કરી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જાન્યુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. આ ટેસ્ટ મેચ બંને ટીમ માટે નિર્ણાયક સાબિત થશે.

આફ્રિકા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ બંને ટીમો હાલમાં 1-1થી બરાબર છે. ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ટીમ ઇન્ડિયાએ છેલ્લા 29 વર્ષમાં એક પણ ટેસ્ટ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી. આવી સ્થિતિમાં આ ટેસ્ટ સિરીઝ જીતીને ભારતીય ટીમ ઇતિહાસ રચવા પ્રયત્ન કરશે.

બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તે મેદાન પણ પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં તે પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો કરી શકે છે. વિરાટ કોહલીની નજર આ મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે. તેથી વિરાટ કોહલી આવતાની સાથે જ આ ઘાતક ખેલાડીને બહાર કરી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારીને તક આપવામાં આવી હતી અને તેણે તકનો લાભ ઉઠાવીને ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હનુમાન વિહારીને ત્રીજી ટેસ્ટ મેચમાં બહાર રાખી શકાય નહીં. અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. રહાણેએ આ સિરીઝમાં પણ કંઇ ખાસ પ્રદર્શન કર્યું નથી.

રહાણેને ટીમ ઇન્ડિયા તરફથી વારંવાર તક આપવા છતાં પણ તે સતત નિષ્ફળ જઇ રહ્યો છે. તેના આઉટ થવાને કારણે મિડલ ઓર્ડર દબાણમાં આવી જાય છે. છેલ્લી મેચ સિવાય તેણે આખા વર્ષમાં કોઇ સારી ઇનિંગ્સ રમી નથી અને તેની કારકિર્દી લગભગ સમાપ્ત થવાના આરે છે. રહાણે અત્યારે જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા એવું લાગે છે કે 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં તેને તક મળશે નહીં.

વિરાટ કોહલી આ સિરીઝની નિર્ણાયક મેચમાં વાપસી કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં બહાર થયો હતો. તેના સ્થાને રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં ભારતને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો માટે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *