બુલેટની ઝડપે બોલિંગ કરનાર આ ઘાતક બોલર અચાનક જ થયો ટીમ ઇન્ડિયામાંથી ગાયબ…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટીમમાં ગેરહાજર હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઇ છે. રોહિત શર્માએ આવતાની સાથે જ બેટિંગ અને બોલિંગને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા છે. તેણે ભારતીય ટીમમાં ઘાતક બેટ્સમેનો અને બોલરોને સ્થાન આપ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમે એક નવી ફોજ તૈયાર કરી છે. જેણે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ટીમ ઇન્ડિયા સાથે રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જેની પાસે ઘાતક બોલિંગ જેવી ક્ષમતા હોવા છતાં પણ ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ઘાતક ખેલાડી ઉમેશ યાદવ છે. ઉમેશ યાદવ તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. બુલેટની ગતિની જેમ તેની બોલિંગની સ્પીડ 152 કિમી પ્રતિ કલાકની છે. આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચોમાં મેચ વિનર સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી ઉમેશ યાદવ વિકેટ લેવામાં સફળ રહ્યો નથી.

ઉમેશ યાદવે 2010માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન ટ્રોફી જીતનાર ટીમનો ભાગ હતો. આ ઉપરાંત 2015 વર્લ્ડકપ ટીમમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ભારતીય ફાસ્ટ બોલિંગની તમામ જવાબદારીઓ તેના પણ રહેલી હોય છે પરંતુ ઘણીવાર તે નિષ્ફળ જવાને કારણે નુકસાન થઇ રહ્યું હતું.

રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ એવી અટકળો લગાવવામાં આવતી હતી કે ઉમેશ યાદવને ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવશે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તેને બહાર રાખવામાં આવ્યો છે. હવે તેની વાપસી અશક્ય લાગી રહી છે. આ ઉપરાંત તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને આ વર્ષે દિલ્હી કેપિટલ્સ ટીમે તેને જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં તેની કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *