150ની ઝડપે બોલ ફેંકનાર આફ્રિકાનો આ ઘાતક ખેલાડી ટેસ્ટ સિરીઝમાંથી થયો બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ માટે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોચી ગઇ છે. 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે મેચનો પ્રારંભ થશે. ટેસ્ટ સીરીઝ માટે બંને ટીમો દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાથી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. તેની સાથે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે. કેમ કે આ પહેલા ભારતીય ટીમે એક પણ વખત આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતી નથી. તેથી ટીમ ઇન્ડિયા આફ્રિકા સામેની આ ટેસ્ટ સિરીઝ જીતવા માટે ખૂબ પ્રયત્ન કરશે. આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ સારા સમાચાર સામે આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ટજે ભારત સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મંગળવારે ટ્વિટર પોસ્ટમાં જણાવ્યુ હતું કે ફાસ્ટ બોલર એનરિક નોર્ટજે ભારત સામેની ટેસ્ટ સીરીઝમાંથી ઇજાને કારણે બહાર થયો છે. તેના સ્થાને અન્ય ખેલાડીઓને તક આપવામાં આવશે. આઇપીએલ 2021માં આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ તરફથી ઘાતક બોલિંગ કરી હતી.

નોર્ટજેએ અત્યાર સુધીમાં 12 મેચોમાં 47 વિકેટ લીધી છે. તે વિશ્વના ફાસ્ટ બોલરોમાંનો એક છે. આ ખેલાડીની ગેરહાજરીમાં આફ્રિકાને મોટુ નુકશાન થઇ શકે છે. રબાડા અને નોર્ટજેની જોડી ઘણી સફળ સાબિત થઈ છે. પરંતુ ઇજાને કારણે નોર્ટજે રમી શકશે નહીં. આ સમાચાર ભારતીય ટીમ માટે રાહત આપનારા છે. કેમ કે આ ખેલાડી બોલિંગમાં ખૂબ જ વધારે ઝડપ ધરાવતો હતો.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડીન એલ્ગર, ટેમ્બા બાવુમા, ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા, સરેલ ઇરવી, બ્યુરાન હેન્ડ્રીક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એનગીડી, એઇડન માર્કરામ, વિયાન મુલ્ડર, કીગન પીટરસન, રસી વાન ડર ડ્યુસેન, કાયલે , માર્કો જેન્સન, ગ્લેંટન સ્ટર્મન, પ્રેનેલન સુબ્રાયન, સિસાન્ડા મગાલા, રેયાન રિકલ્ટન અને ડુઆન ઓલિવિયર ની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *