IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર આ ઘાતક ખેલાડીને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ભારતે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવી છે.
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા હોવાથી કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય મેનેજમેન્ટ ટીમે અત્યારથી જ યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં પસંદગીકારોએ યુવા ખેલાડીઓને તક આપી છે. પરંતુ ફરી એકવાર પોતાના આ નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. ટીમ ઇન્ડિયાના આ ખેલાડી સાથે છેતરપિંડી થઇ છે. એક સિરીઝ રમાડ્યા પછી પસંદગીકારોએ આ ખેલાડીને માખીની જેમ દૂધ માંથી બહાર ફેંકી દીધો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલને અચાનક ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હર્ષલ પટેલ ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હર્ષદ પટેલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
હર્ષલ પટેલે આઇપીએલ 2021માં સૌથી વધુ 32 વિકેટ લઇને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. તેની કિલર બોલિંગના આધારે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારત તરફથી રમવાની તક મળી હતી. પરંતુ પસંદગીકારોએ આ ખેલાડીને એક સિરિઝ બાદ ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દીધો હતો. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં હર્ષલ પટેલની અવગણના કરીને ભારતીય મેનેજમેન્ટ ટીમે ભુવનેશ્વર કુમારને સ્થાન આપ્યું છે, જે હાલમાં કારકિર્દીના ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. એક સિરીઝમાં પસંદ કર્યા બાદ આ ખેલાડીને બહાર કરીને પસંદગીકારોએ તેની સાથે છેતરપિંડી કરી છે. જો તેને તક આપવામાં આવે તો આગામી સમયમાં આ ખેલાડી ઘાતક સાબિત થઇ શકે છે.