ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે…

આઇપીએલ 2021ના બીજા તબક્કાની મેચો હાલ યુએઈ ખાતે રમાઈ રહી છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડી અલગ-અલગ ટીમો માચે રમીને પોતાના જવલો વિખેરી રહ્યા છે. ત્યાં જ કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે પોતાના દેશની ટીમથી બહાર થઈ ગયા છે. તે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં વાપસી કરવાની કોશિશ કરી રહ્યા છે.

પરંતુ ટીમ ઇન્ડિયા માટે રમનાર એક દિગ્ગજ ક્રિકેટર એવો પણ છે જે ટીમ ઇન્ડિયા માંથી હાલ બહાર થઈ ગયો છે, અને હવે ખરાબ પ્રદર્શનના કારણે પોતાની આઇપીએલ ટીમ માંથી પણ બહાર થઇ ગયો છે. હવે આ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે છે.

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર કેદાર જાદવ હાલ પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ઝાધવ છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા માંથી બહાર થઈ ગયો છે. કેદાર જાધવ ટીમ ઇન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ ગત વર્ષે ફેબ્રુઆરીમાં રમ્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે સતત ખરાબ પ્રદર્શન કરવાના કારણે તેને ટીમ માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, અને હવે આઇપીએલમાં તે પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. જેના કારણે તેનું આઈપીએલ કરિયર પણ સમાપ્ત થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે.

સતત ખરાબ ફોર્મને કારણે કેદાર જાધવને તેની આઇપીએલ ટીમે બહારનો રસ્તો દેખાડી દીધો છે. આઇપીએલ 2021ના પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ તેનું પ્રદર્શન સાધારણ જોવા મળી રહ્યું હતું. જેના કારણે તેને ટીમમાંથી નીકાળી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, એમએસ ધોનીની ટીમ સીએસકે એ પણ ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમ માંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. આવામાં હવે તેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થાય તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *