વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ગભરાઇ ગયું ક્રિકેટ બોર્ડ! લેવાયો આ મોટો નિર્ણય…

આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ શરૂ થવાની છે. બીસીસીઆઈ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમવાની છે. આ બંને સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી જોઇએ તો કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ઘાતક બની ચુક્યો છે. આ ઉપરાંત ક્રિકેટ જગત પર પણ તેની અસર જોવા મળી છે. તાજેતરમાં જ ભારત દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન રમાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ કોરોનાને કારણે દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે. 6 ફેબ્રુઆરીના રોજ રમાનારી આ વન-ડે મેચ ખૂબ જ ખાસ અને ઐતિહાસિક હશે, કારણ કે ભારત આ ફોર્મેટમાં તેની 1000મી મેચ રમશે.

બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતા તમામ મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સીરીઝ પણ રમાવાની છે. જેના માટે પશ્ચિમ બંગાળ સરકારે 75% હાજરીની મંજૂરી આપી છે.

આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની આ બંને સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરવા ઇચ્છે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ બંને સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *