સુરેશ રૈનાને લઇ CSKના CEOએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે…

આઇપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થયું હતું. આ મેગા ઓક્શનમાં 600 જેટલા ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ અને લખનઉ સહિત ટોટલ 10 ટીમો વચ્ચે મોટી જંગ ચાલી હતી. આ દસ ટીમોએ 200 થી પણ વધુ ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને પોતાની ટીમ તૈયાર કરી છે.

આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને તેઓને ખરીદવામાં આવ્યા છે. આ સાથે જ આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ઘાતક ખેલાડીઓ પર એક પણ ટીમે બોલી લગાવી નથી. ભારતીય સ્ટાર ખેલાડી સુરેશ રૈના પર એક પણ ટીમે રસ દાખવ્યો નથી. આ વર્ષે તે ખેલાડી આઇપીએલમાંથી બહાર થયો છે.

સુરેશ રૈના આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા નંબરનો ખેલાડી છે. તેણે 205 મેચોમાં 5528 રન બનાવ્યા છે. આઇપીએલ 2022 મેગા ઓક્શનમાં સુરેશ રૈના અનસોલ્ડ રહેતા ચર્ચાનો વિષય બન્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા પણ આ ખેલાડી પર બોલી લગાવવામાં આવી નહોતી. ચેન્નઇ સુપરકિંગ્સના CEO કાશી વિશ્વનાથે તેના પર બોલી ન લગાવવા પર મૌન તોડ્યું છે. તો ચાલો જાણીએ તેણે શું કહ્યું છે.

કાશી વિશ્વનાથે જણાવ્યું છે કે રૈના છેલ્લા 12 વર્ષથી ચેન્નઇ સુપરકિંગ્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેની ગેરહાજરી અમારા માટે ઘણી મુશ્કેલ હતી. પરંતુ અત્યારે એ પણ જાણવું જોઇએ કે ટીમ તૈયાર કરતી વખતે તેની જરૂરિયાત છે કે નહીં. અમને એવું લાગતું હતું કે તેને કોઇ પણ ટીમ ખરીદવા માંગશે. તેથી અમને લાગ્યું કે કદાચ અમારી ટીમમાં તે હાલમાં ફિટ થઇ શકશે નહીં.

ચેન્નઇ સુપરકિંગ્સે ફાફ ડુ પ્લેસી માટે પણ બોલી લગાવી ન હતી. જેને હરાજીના પ્રથમ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. વિશ્વનાથે કહ્યું કે અમે તેમને યાદ કરીશું જે છેલ્લા એક દાયકાથી અમારી સાથે હતા. રૈના આઇપીએલના ઇતિહાસમાં ચેન્નઇ સુપરકિંગ્સ માટે સૌથી દમદાર ખેલાડી રહ્યો છે.

સુરેશ રૈના જેવા ખેલાડી કોઇ પણ ટીમમાં નંબર ત્રણ પર ઘાતક બેટિંગ કરી શકે છે. પરંતુ તાજેતરમાં યુવા ખેલાડીઓ આ સ્થાન માટે દાવેદાર છે. સુરેશ રૈનાને એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. તેના પર બોલી પણ લગાવવામાં આવી નહીં. આઇપીએલ 2022માં સુરેશ રૈના રમતો જોવા મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *