રોહિત શર્માના હાથમાં છે આ ઘાતક ખેલાડીનું કરિયર, જો હિટમેન ચાન્સ નહીં આપે તો જલ્દી લેશે નિવૃત્તિ…
ભારતે દેશ અને દુનિયાને ઘણા હોનહાર ખેલાડીઓ આપ્યા છે. ટી 20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઘણા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
હાલમાં જોઇએ તો ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સીરીઝ રમવા ગઇ છે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી તરત જ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ખરાબ ફોર્મના કારણે ઘણા અનુભવી ખેલાડીઓ ટીમમાંથી બહાર રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ દિગ્ગજ ક્રિકેટરને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં આ ખેલાડીને ડુબતા રોહિત શર્મા બચાવી શકે છે.
તમને જણાવી દઇએ કે આ દિગ્ગજ ખેલાડી શિખર ધવન છે. શિખર ધવન છેલ્લા ઘણા સમયથી પોતાની લયમાં જોવા મળ્યો નથી. રનમશીન તરીકે ઓળખાતો આ ખેલાડી હવે રન બનાવી રહ્યો નથી. હાલમાં તેની ઉંમર 36 વર્ષની છે અને આ ઉંમરે ઘણા ક્રિકેટરો નિવૃતિ જાહેર કરતા હોય છે. તેની ઉંમર તેના ફોર્મ પર અસર કરી રહી છે.
શિખર ધવને ટી 20 વર્લ્ડકપમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેની પસંદગી થઇ નહીં. આવી સ્થિતિમાં તેના કરિયર પર બ્રેક લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી આફ્રિકા સામેની સિરીઝમાં વનડે મેચમાં ધવનને સ્થાન મળી શકે છે. દક્ષિણ આફ્રિકા સામે ધવનનું પ્રદર્શન હંમેશાં સારું રહ્યું છે.
રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ઘણી મેચો જિતાડી છે. આ ઉપરાંત આફ્રિકા સામેની સિરીઝમાં તેને તક મળશે તો તે પોતાના ફોર્મમાં પાછો આવી શકે છે. શિખર ધવન ફોર્મમાં પરત ફરે તો તે ભારતીય ટીમ માટે ફાયદાકારક છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ શિખર ધવનને આ સિરીઝમાં તક મળી શકે છે.