રિષભ પંતના કારણે આ ઘાતક ખેલાડીનું કરિયર સમાપ્ત થવાના આરે…

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આફ્રિકાને ટક્કર આપવા માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન ઘણી મજબૂત તૈયાર કરવામાં આવી છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેદાને ઉતરી છે. વાત કરીએ વિકેટકીપરની તો પ્રથમ ટેસ્ટ મેચમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. રિષભ પંત ખુબ જ આક્રમક ખેલાડી છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે તે કોઇપણ બોલરને તોડી શકે છે.

રિષભ પંત ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમતો ખેલાડી છે. રિષભ પંત તેની ખતરનાક બેટિંગ માટે જાણીતો છે. તે મોટી ઇનિંગ્સ રમવા માટે પણ પ્રખ્યાત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે પરંતુ આ મજબૂત ખેલાડીના કારણે એક અનુભવી ખેલાડી ટીમમાં પ્રવેશી શકતો નથી.

રિષભ પંતના કારણે અનુભવી બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ટીમમાં તક મળતી નથી. સાહાની વિકેટકીપિંગ પંત કરતા પણ ઘણી સારી છે. તે કેચને ખૂબ સારી રીતે પકડે છે. રિદ્ધિમાન સહાએ 2010માં ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં ડેબ્યું કર્યું હતું. પરંતુ તેના ખરાબ પ્રદર્શનના કારણે તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. સાહા ટીમ ઇન્ડિયા માટે કોઇ મેચવિનિંગ ઇનિંગ રમી શક્યો નથી. જેથી આફ્રિકા સામે પંતને તક આપવામાં આવી છે.

પંતને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો પરંતુ સાહા આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. સાહાએ ભારત માટે 38 ટેસ્ટમાં 1251 રન બનાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેના બેટેથી રન નીકળ્યા નથી. હવે સાહાને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

હાલમાં ભારતીય ટીમના ઓપનર ખેલાડી કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત કરી છે. પરંતુ ત્યારબાદ આવેલા ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી કંઇ ખાસ કરી શક્યા નહીં. ભારત માટે આ ટેસ્ટ સીરીઝ જીતવી ખૂબ જરૂરી છે કેમ કે આ પહેલા આફ્રિકા ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ ભારત જીત્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *