રોહિત શર્મા કેપ્ટન બનતા આ ત્રણ ખેલાડીઓની કારકિર્દી થઇ શકે છે સમાપ્ત…

ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટ માંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂક કરવામાં આવી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં ભારતે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેમણે ઘણા ફેરફારો પણ કર્યા હતા. ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચૂકી છે. વિરાટ કોહલીના સ્થાને વનડેમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બનતા તે પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમમાં રાખવા માગશે. વનડે ફોર્મેટમાં કેપ્ટન બનતાની સાથે જ રોહિત શર્મા ટીમમાં ઘણા ફેરફારો કરી શકે છે.

વોશિંગ્ટન સુંદરની વાત કરીએ તો તે આઇપીએલમાં આરસીબી તરફથી રમે છે. આ ખેલાડીનો સમાવેશ વિરાટ કોહલીના નજીકના ખેલાડીઓમાં કરવામાં આવે છે. વોશિંગ્ટન સુંદર ત્રણેય ફોર્મેટમાં રમનારો ખેલાડી છે. તેણે 26 ટી 20, 1 વન-ડે અને 4 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તે આ યુવા ખેલાડીના સ્થાને કૃણાલ પંડ્યા અથવા તો જયંત યાદવને ટીમમાં સ્થાન આપશે.

ભારતીય ટીમમાં જાદુઇ સ્પિનર તરીકે ઓળખાતા યુજવેન્દ્ર ચહલની કારકિર્દી પણ ખતરામાં જોવા મળી રહી છે. ટી 20 વર્લ્ડ કપમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ તેના સ્થાને મુંબઇ ઇન્ડિયન્સના રાહુલ ચહરને તક આપવામાં આવી હતી. આગામી સમયમાં પણ ચહલની જગ્યાએ રાહુલને તક આપવામાં આવશે. ચહર પણ તેની ખતરનાક બોલિંગના કારણે ખૂબ જ પ્રખ્યાત થઇ ચૂક્યો છે.

મોહમ્મદ સિરાજ સ્વિંગ બોલીંગમાં ખૂબ જ પ્રખ્યાત છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ટુંકા ફોર્મેટમાં તેને સ્થાન આપવામાં આવતું નથી. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ટૂંકા ફોર્મેટમાં સ્થાન મળવું તેના માટે મુશ્કેલ બનશે. ઘણા યુવા ખેલાડીઓની કારકિર્દી ખતરામાં જોવા મળી રહી છે. રોહિત શર્મા અનુભવી ખેલાડીઓને પોતાની ટીમમાં સ્થાન આપવા માગશે.

વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ આ ત્રણેય ખેલાડીઓ વિરાટ કોહલીના ખૂબ જ નજીકના ખેલાડીઓ માનવામાં આવે છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ ત્રણેય ખેલાડીઓના સ્થાને અન્ય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરીઝની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ થશે. આફ્રિકા પ્રવાસે ભારત ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *