ત્રીજી ટેસ્ટમાંથી આ બે ઘાતક ખેલાડીઓના પત્તા કપાશે, જાણો કોને મળશે સ્થાન…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. જેના કારણે હવે આ સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.
તમને જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે તે ફિટ દેખાઈ રહ્યો છે. તે ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળી શકે છે.
વિરાટ કોહલીના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં હનુમાન વિહારીને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિરાટ કોહલીની વાપસી થતા તેને ટીમમાંથી બહાર થવું પડશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી કારણ કે વિરાટ કોહલી એક એવો બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચો જિતાડી શકે છે.
હનુમાન વિહારી સિવાય ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલની વાત કરવામાં આવે તો તે પણ આફ્રિકા પ્રવાસે ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મયંક અગ્રવાલની ખરાબ ફોર્મ ટીમ ઇન્ડિયા માટે મુસીબત બની ગયું છે. ઓપનર તરીકે મયંકનું પ્રદર્શન ખરાબ હોવાના કારણે સંપૂર્ણ બેટિંગ લાઇન દર વખતે દબાણમાં આવી જાય છે.
આફ્રિકા સામેની પહેલી બંને ટેસ્ટ મેચમાં તે ખરાબ શોર્ટ રમીને આઉટ થયો હતો. જેના કારણે તે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત આપવામાં સફળ રહ્યો ન હતો. મયંક સતત ફ્લોપ સાબિત થતા ત્રીજી ટેસ્ટ મેચમાંથી તેનું પત્તું કપાઇ શકે છે. તેના સ્થાને કેપટાઉનમાં રમાનારી ટેસ્ટ મેચમાં પ્રિયંકા પંચાલને સ્થાન મળી શકે છે.
ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે જીતવી ખૂબ જ જરૂરી છે કારણકે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી. તેથી વિરાટ કોહલી આ મેચને લઈને કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા માગશે નહીં તેથી ટીમ ઇન્ડિયામાં આ બે ફેરફાર થશે તે નક્કી છે.