શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી આ 4 સિનિયર ખેલાડીઓના પત્તા કપાયા, જાણો કોને મળ્યું સ્થાન…

તાજેતરમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તાજેતરમાં રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે આ સાથે જ તે ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બન્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા સિનિયર ખેલાડીઓને શ્રીલંકા સામેની સિરીઝમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીઓ બહાર થયા છે.

સૌ પ્રથમ વાત કરીએ તો સૌથી વધુ અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. આ ઉપરાંત તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી હતી, પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં હાલમાં તેને બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને હનુમાન વિહારીને તક આપવામાં આવી છે.

ચેતેશ્વર પુજારાના સાથી ખેલાડી અજિંક્ય રહાણેને પણ શ્રીલંકા સામેની સિરીઝમાં પસંદગીકારો દ્વારા પસંદ કરવામાં આવ્યો નથી. અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયા માટે એક સમયે મહત્વનો ખેલાડી હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના બેટથી રન નીકળી રહ્યા નથી. હાલમાં તે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તેમાં તેને હાલમાં જ સદી ફટકારી હતી. તેમ છતાં પણ તેના સ્થાને શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની પસંદગીકારો દ્વારા અવગણના કરવામાં આવી છે. આ ખેલાડીને ભારતીય ટીમમાં ખૂબ જ ઓછી તક મળી છે. આ ઉપરાંત રિષભ પંત જેવા ઘાતક બેટ્સમેનોના કારણે તેને તક મળી નથી. શ્રીલંકા સામેની સિરીઝમાં રિષભ પંત આરામ પર હોવાને કારણે કેએસ ભરતને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રિદ્ધિમાન સાહાને તક મળશે નહીં તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત અન્ય સિનીયર ખેલાડીઓની વાત કરીએ તો ઇશાંત શર્માને શ્રીલંકા સામેની સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ ખેલાડી 33 વર્ષનો છે. ઇશાંત શર્મા લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બોલમાં ધાર દેખાતી નથી. આ ખેલાડીએ 100 કરતાં પણ વધુ ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તાજેતરમાં મોહમ્મદ સિરાજ સારું પ્રદર્શન કરતો હોવાથી તેને તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *