ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યુ કે આ કારણોસર પહેલી બંને મેચોમાં હારી ગયું હતું ભારત…

ટી 20 વર્લ્ડ કપમાં ભારત પ્રથમ બે મેચ હારી ગયું હતું અને ત્યાર પછીની બે મેચો જીતી ગયું હતું. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતના ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા. પાકિસ્તાન સામે દસ વિકેટે અને ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટ ભારત હાર્યું હતું. ભારતના બેટ્સમેનો અને બોલરો વિરોધી ટીમ સામે પ્રભુત્વ જમાવી શક્યા નહીં.

ભારતીય ટીમે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચ જીતી હતી. પરંતુ પ્રથમ બે મેચ બાદ પોઇન્ટ ટેબલમાં ભારત પાછળ રહી ગયું હતું. ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે બીજી ટીમ પર આધાર રાખવો પડે તેમ હતો. અશ્વિન જેવા ખેલાડીની વાપસી થતા અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.

ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતના બોલિંગ કોચ ભરત અરુણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ટોસ જીતવો એ અગત્યની બાબત છે. ટાર્ગેટ ચેઝ કરતી ટીમોને અહીં ફાયદો મળી રહ્યો છે કારણ કે આ પીચ પર ભીના બોલથી બોલીંગ કરવી મુશ્કેલ છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં ટોચ હારી ગયા હતા.

બોલિંગ કોચે વધુમાં જણાવ્યું કે ટુર્નામેન્ટની શરૂઆત પહેલા આપણી ટીમને મજબૂત માનવામાં આવી રહી હતી. પરંતુ પ્રથમ બે મેચમાં હાર્યા બાદ અન્ય ટીમો કરતાં પણ ભારતીય ટીમનું પ્રદર્શન નબળો જોવા મળી રહ્યું હતું. પ્રારંભિક બંને મેચ હાર્યા બાદ ભારતને સેમીફાઇનલમાં પ્રવેશવું મુશ્કેલ બની ગયું હતું.

અરૂણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રમતમાં હાર અને જીત બંનેમાંથી એક વસ્તુ નક્કી હોય છે પરંતુ આપણે આગળ વધવું પડશે. ભારતની હાર માટે હું કોઈનું બહાનું નથી કાઢતો પરંતુ ટોસ જીતવો એ મહત્વપૂર્ણ બાબત છે કેમકે આ ટુર્નામેન્ટમાં ટોસ જીતનારી ટીમને લાભ મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ઇનિંગ્સ અને બીજી ઇનિંગ્સમાં મોટો તફાવત છે, અને ટૂંકા ફોર્મેટમાં આવી નાની બાબતો પણ ખૂબ જ જરૂરી છે. અરૂણે કહ્યું કે ક્યાં ખેલાડીને રમાડવો તે પસંદગીકારોના હાથમાં છે. તે જે ટીમ પસંદ કરીને આપે છે તે લોકોને અમારે તૈયાર કરવાના હોય છે. આ વિશે હું વધુ વાત નહીં કરું. સતત છ મહિના રમવું એ મોટો પડકાર છે. આઇપીએલ બાદ તરત જ વર્લ્ડકપ શરૂ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *