બુમરાહથી પણ ઘાતક બોલિંગ કરનાર આ બોલર કાપશે ભુવનેશ્વર કુમારનું પત્તું…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પુર્ણ થઇ છે. ભારતીય ટીમને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા પણ ભારતીય ટીમ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં હારી ચૂકી હતી. સાઉથ આફ્રિકા પ્રવાસ ભારતીય ટીમ માટે નિષ્ફળ સાબિત થયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં મોટા ફેરફારો સાથે ભારતીય ટીમ મેદાને ઉતરી શકે છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટનશીપ નિભાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયો છે. રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. તેને ખરાબ રમતના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં 10 ઓવરમાં તેણે 64 રન આપ્યા હતા. આ ઉપરાંત બીજી વન-ડે મેચમાં 8 ઓવરમાં 67 રન આપીને ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. પ્રથમ બંને મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે ત્રીજી વન-ડે મેચમાં તેને બહાર રાખવામાં આવ્યો હતો.
સાઉથ આફ્રિકા વનડે સિરીઝમાં ભુવનેશ્વર કુમારના ખરાબ પ્રદર્શનના કારણે આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેનું પત્તું કપાઇ શકે છે. આફ્રિકા સામેની સિરીઝમાં તેને છેલ્લી તક આપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ સાબિત થયો. આ ઘાતક ખેલાડી ભારતીય ટીમમાં પ્રવેશીને ભૂવનેશ્વર કુમારનું પત્તું કાપી શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમારના સ્થાને હર્ષલ પટેલને તક મળી શકે છે. આ ખેલાડીને ન્યૂઝીલેન્ડ સામે તક મળી હતી અને તકનો ફાયદો ઉઠાવીને કિલર બોલર સાબિત થયો હતો. આ ઉપરાંત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ ખેલાડી ભુવનેશ્વરની જેમ સારી રીતે સ્વિંગ કરી શકે છે. તેની ઘાતક બોલિંગ સામે કોઇ પણ ખેલાડી ટકી શકતો નથી.
આઇપીએલ 2021માં હર્ષલ પટેલે સૌથી વધુ 32 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના કબજે કરી હતી. હર્ષલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પાંચ વિકેટ લીધી હતી. આ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ રમવાનો સૌથી મોટો દાવેદાર જણાય છે.