આ ઘાતક ખેલાડી IPLમાં દર વર્ષે નવી ગર્લફ્રેન્ડ સાથે આવે છે, ભારતીય ખેલાડીનો મોટો ખુલાસો…
આઇપીએલ 2022ને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન બેંગલોર ખાતે થવાનું છે. આ પહેલા જુની તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.
તાજેતરમાં અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો દ્વારા પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી લઈને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે. આ ઉપરાંત આઈપીએલ શરૂ થાય તે પહેલા ખેલાડીઓમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતીય ક્રિકેટરો કપિલ શર્મા શોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. કપિલ સાથે કેટલીક જૂની કહાનીને લઈને ક્રિકેટરો પોતાની વાતો શેર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કપિલ શર્મા શોમાં આવેલા સ્ટાર ક્રિકેટર દિપક ચહરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને આઈપીએલ દરમિયાન થયેલી કેટલીક ઘટનાઓને પોતાના શબ્દોમાં વર્ણવી છે.
દિપક ચહર આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમી રહ્યો છે. આ ખેલાડી ઉપરાંત બ્રાવો જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમમાં ઉપલબ્ધ છે. તેની લવ લાઈફ અને પર્સનલ લાઇફ પણ શાનદાર છે. દિપક ચહરે કપિલ શર્મા શોમાં બ્રાવોની ગર્લફ્રેન્ડ વિશે ઘણી વાતો કરી છે. તો ચાલો જાણીએ ચહરે તેના વિશે શું કહ્યું છે.
દિપક ચહરે કહ્યું કે અમારી ટીમમાં બ્રાવો એક એવો ખેલાડી કે છે કે જે ખૂબ જ શોખીન છે. તેની અત્યારે ત્રણ ગર્લફ્રેન્ડ છે. દર વર્ષે આઈપીએલમાં તેની નવી ગર્લફ્રેન્ડ સાથે મેદાનમાં જોવા મળે છે. બ્રાવો બે બાળકોનો પિતા છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેની ગર્લફ્રેન્ડનું નામ જોસના ખીતા છે. તે બંને વર્ષોથી રિલેશનશિપમાં છે અને બંનેને એક દીકરો પણ છે.
કપિલ શર્મા શોમાં કપિલ શર્માએ દીપક ચહર સાથેની વાતચીતમાં કહ્યું કે તે ક્રિસ ગેલના મોટા ફેન થયા છે. વધુમાં જણાવ્યું કે ગેલે મને પોતાના ઘરની તસવીરો બતાવી હતી. તેના ઘરના ટોપ ફ્લોર પર સ્વિમિંગ પુલ બનાવેલો હતો. તેમાં તેની પત્નીની સાથે કેટલીક એક્સ ગર્લફ્રેન્ડ પણ હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ખૂબ જ શોખીન હોય છે.